AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ‘આમીર લિયાકત શેતાન કરતાં પણ ખરાબ છે’ , 31 વર્ષની નાની પત્નીએ છૂટાછેડા, ઘર અને દાગીના માટે 115 મિલિયન માગ્યા

Pakistan:પાકિસ્તાની ટીવી હોસ્ટ આમિર લિયાકતને તેની ત્રીજી પત્ની સૈયદા દાનિયા છૂટાછેડા આપશે. આ માટે તેણે કોર્ટમાં અરજી કરી છે.

Pakistan: 'આમીર લિયાકત શેતાન કરતાં પણ ખરાબ છે' , 31 વર્ષની નાની પત્નીએ છૂટાછેડા, ઘર અને દાગીના માટે 115 મિલિયન માગ્યા
ફાઇલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 5:29 PM
Share

પાકિસ્તાનના (Pakistan)પીટીઆઈ સાંસદ અને પ્રખ્યાત ટીવી હોસ્ટ આમિર લિયાકતની (Aamir Liaquat) ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહે (Syeda Dania Shah)તેમની પાસેથી છૂટાછેડા (Divorce) માંગ્યા છે. તેણે ખુલા (મહિલાનો છૂટાછેડાનો અધિકાર) માટે અરજી દાખલ કરી છે, જેમાં જણાવ્યું છે કે આમિર ટીવી પર જેવો હતો તેવો નથી અને તે શેતાન કરતાં પણ ખરાબ છે.

પોતાના પતિ સાથેના સંબંધો વિશે જણાવતા દાનિયાએ અરજીમાં જણાવ્યું હતું કે આમિર સાથેના લગ્નને ચાર મહિના વીતી ગયા છે અને આ ચાર મહિનામાં પીડા સિવાય બીજું કશું મળ્યું નથી. દાનિયાએ આરોપ લગાવ્યો છે કે પીટીઆઈના સાંસદોએ તેમને એક નાના રૂમમાં રાખ્યા હતા. આ સિવાય તેણે કહ્યું કે તે દારૂના નશામાં મને મારતો હતો. તેણે કહ્યું કે આમિર મને અને મારા પરિવારને ગંભીર પરિણામોની ધમકી પણ આપી રહ્યો છે.

7 જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે

છૂટાછેડા ઉપરાંત દાનિયાએ ફેમિલી કોર્ટમાં વધુ કેસ દાખલ કર્યા છે. તેણીની અરજીમાં, તેણે કોર્ટને વિનંતી કરી છે કે તે તેના પતિને 115 મિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુના હકદાર મહેર, ઘર અને ઘરેણાં ચૂકવવાનો આદેશ આપે. દાનિયાની અરજી પર 7 જૂને કોર્ટમાં આ મામલે સુનાવણી થશે.

સૈયદા 31 વર્ષ નાની છે

આમિર શાહ લિયાકત અને સૈયદા દાનિયાના લગ્ન આ વર્ષે ફેબ્રુઆરીમાં થયા હતા. 49 વર્ષના આમિર અને 18 વર્ષની સૈયદાના લગ્ન ખૂબ જ ચર્ચામાં હતા. આમિર લિયાકત તેની 31 વર્ષ નાની પત્ની સાથે લગ્ન કરવાને કારણે સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થયો હતો.

આમિર લોકપ્રિય ટીવી હોસ્ટ છે

જણાવી દઈએ કે આમિર લિયાકત સાંસદની સાથે પાકિસ્તાનના લોકપ્રિય ટીવી હોસ્ટ પણ છે. આ સાથે તેઓ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પણ નજીકના માનવામાં આવે છે. આમિર લિયાકત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">