
ઈરાન ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ગત ફેબ્રુઆરીમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકાએ તેના પાળતુ શ્વાન જેવા દેશ પાકિસ્તાન ઉપર પસંદગી ઉતારી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને જે ડી વેન્સે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા અને ઈરાન સાથે સમજૂતીના મુસદ્દા ઘડવાની જવાબદારી પાકિસ્તાનને સોંપી હતી. પરંતુ પાકિસ્તાનને ભારતે ગત વર્ષના 7 મેના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત કરેલા મિસાઈહ હુમલાથી અનેક સૈન્ય મથકો અને એરબેઝને તોડી નાખ્યા હતા. ભારતે તેના ઘરમા બેઠા બેઠા જ હજ્જારો કિલોમીટર દૂર પાકિસ્તાનના સૈન્ય એરપોર્ટ, એરબેઝ અને અણુશસ્ત્રોનો જ્યા સંગ્રહ કરવામાં આવ્યો છે તે સ્થળની નજીક ખુવારી બોલાવી દીધી હતી.
ભારતના આ શક્તિશાળી હુમલાથી ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રક્ષા પ્રધાન ખ્વાજા આસિફ ડરી ગયા. તેમના શરીરમાંથી ભયનું લખલખુ પસાર થઈ ગયું હતું. પાકિસ્તાન તો ઠીક તેમના પોતાના અસ્તિત્વની ચિંતા સતાવવા લાગી હતી. આવા સમયે અમેરિકાએ, ઈરાન યુદ્ધ સમાપ્ત કરાવવાની પાકિસ્તાનને સોંપાયેલ જવાબદારી અવસર જેવી લાગી. પાકિસ્તાનના આકાઓએ યુદ્ધ વિરામના નામે ખાડી ક્ષેત્રના અન્ય મુસ્લિમ દેશો સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી માં સતત પ્રવાસ કર્યો અને નાટો જેવુ સંગઠન મુસ્લિમ નાટો રચી નાખ્યું.
આ મુસ્લિમ નાટોમાં અખાતના મુસ્લિમ દેશોથી શરુઆત કરવાની તૈયારીઓ કરી દીધી છે. મુસ્લિમ નાટો જેવી સંગઠન ઈઝરાયેલના હુમલાનો ભય બતાવની રચ્યું છે, પરંતુ હકિકતમાં પાકિસ્તાને ભારતનો ડર દૂર કરવા અને જરૂર પડ્યે ભારત સામે તમામ મુસ્લિમ દેશને મેદાનમાં ઉતારવાની પેરવી યુદ્ધ વિરામની ચર્ચાના નામે કરી નાખી જગત જમાદાર અમેરિકાની આંખમાં ધૂળ નાખી છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પરમાણુ કરારને સરળ બનાવવાનું કાર્ય સોંપ્યું હતું. આવા કરાર સુધી પહોંચવાના પ્રયાસમાં, પાકિસ્તાને અખાતના દેશો સાથે અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી – જેમાં ફક્ત યુએસ અને ઈરાન જ નહીં પરંતુ ચીન, સાઉદી અરેબિયા, તુર્કી અને કતાર જેવા દેશો પણ સામેલ હતા. જોકે, આ બેઠકો પાછળની સાચી ઘટના હવે પ્રકાશમાં આવી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને જણાવ્યું છે કે, આ સતત બેઠકો પછી, હવે “ઇસ્લામિક નાટો” ની રચના અંગે સર્વસંમતિ થઈ છે. આ અંગે સત્તાવાર જાહેરાત કોઈપણ ક્ષણે થઈ શકે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી સાથે સંરક્ષણ સંબંધિત કરાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં તેના પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
અમેરિકાના પાલતુ શ્વાન જેવા દેશ પાકિસ્તાન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ માટે એક ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે મધ્ય પૂર્વના મોટાભાગના દેશો ઐતિહાસિક રીતે અમેરિકન સુરક્ષા ગેરંટી પર આધાર રાખે છે અને આ દેશોને અમેરિકા-ઈઝરાયેલનો ભય બતાવીને પાકિસ્તાને મુસ્લિમ નાટો જેવી સંસ્થા રચીને પોતે પોતાની જાતે જ મોટા ભા થઈ ગયા છે.
કતારના ભૂતપૂર્વ વડા પ્રધાન હમાદ બિન થાનીના મતે, ઇઝરાયલ મધ્ય પૂર્વના ભૂરાજકીય માળખામાં ફેરફાર કરવા માંગે છે. આનો સામનો કરવા માટે, “અખાત” અથવા “ઇસ્લામિક નાટો” ની જરૂરિયાત દેખાઈ રહી છે. 2025 માં, પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે કરાર કર્યો. આ કરારની શરતો હેઠળ, સાઉદી અરેબિયાને પાકિસ્તાન તરફથી પરમાણુ સુરક્ષાની ગેરંટી મળી હતી. પાકિસ્તાન હાલમાં મધ્ય પૂર્વમાં આ સુરક્ષા માળખાને વિસ્તૃત કરવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. બદલામાં, પાકિસ્તાનને આ રાષ્ટ્રો પાસેથી નાણાકીય સહાય મળવાની અપેક્ષા છે. પાકિસ્તાન હાલમાં 10 બિલિયન અમેરિકન ડોલરથી વધુ દેવાનો બોજ વહન કરે છે.