ઈમરાન ખાન વિરુદ્ધ તોશાખાના ફોજદારી કેસની સુનાવણી શરૂ થઈ હતી. ઈમરાન ખાન હાજર ન થવાને કારણે જજે કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. ખાનગી ટીવી ડોન ન્યૂઝ અનુસાર એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલ કોર્ટરૂમમાં પહોંચ્યા હતા. જ્યારે તેણે સુનાવણી શરૂ કરી ત્યારે તેણે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે એવું નથી કે હું કહું છું કે, બપોરે 3.30 વાગ્યા પછી મામલો ખતમ થઈ ગયો છે, જો કોઈ હાજર થવું હોય તો હું અહીં જ છું.
તે જ સમયે, ઈમરાન ખાનના વકીલ ખ્વાજા હરિસે કહ્યું કે, ઇમરાન ખાનને સુરક્ષા દળો દ્વારા રોકવામાં આવી રહ્યા છે. ઇમરાન ખાન કોર્ટરૂમમાં પહોંચે ત્યાં સુધી કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
શરીફે વધુમાં કહ્યું કે જો કોઈને શંકા હોય તો છેલ્લા કેટલાક દિવસોમાં ઈમરાન નિયાઝીની કાર્યવાહીએ તેની ફાસીવાદી અને ઉગ્રવાદી વૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં તોશાખાના કેસને લઈને શનિવારે ઈસ્લામાબાદની એક કોર્ટમાં સુનાવણી થવાની છે.
આ દરમિયાન પોલીસ લાહોરમાં ઈમરાન ખાનના ઘરે પહોંચી હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર પંજાબ પોલીસે પાર્ટીના 20થી વધુ કાર્યકરોની ધરપકડ કરી છે. પાક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, તોશાખાના કેસની સુનાવણીના સંદર્ભમાં ઈસ્લામાબાદ જઈ રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કાફલાના એક વાહનને અકસ્માત નડ્યો હતો.
પૂર્વ પીએમ ઈમરાન ખાને ટ્વીટ કર્યું કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મારા તમામ કેસમાં જામીન મળવા છતાં પીડીએમ સરકાર મારી ધરપકડ કરવા માંગે છે. તેમના ખરાબ ઈરાદા જાણવા છતાં, હું ઈસ્લામાબાદ અને કોર્ટમાં જઈ રહ્યો છું કારણ કે હું કાયદાના શાસનમાં વિશ્વાસ રાખું છું. પંજાબ પોલીસે જમાન પાર્કમાં મારા ઘર પર દરોડો પાડ્યો છે, જ્યાં બુશરા બેગમ એકલી છે. તેઓ કયા કાયદા હેઠળ આ કરી રહ્યા છે.
ઈમરાન ખાનના દેખાવને લઈને ઈસ્લામાબાદમાં ભારે સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યું છે. અગાઉ, ગયા ગુરુવારે સુનાવણીમાં કોર્ટે ઇમરાન ખાન વિરુદ્ધ જાહેર કરાયેલ બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
જો કે, ઈસ્લામાબાદ હાઈકોર્ટે શુક્રવારે ઈમરાન ખાન વિરુદ્ધ જારી કરાયેલ બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરી દીધું હતું અને શનિવારે તોશાખાના કેસની સુનાવણી કરતી જિલ્લા કોર્ટમાં હાજર રહેવાની તક આપી હતી. ઈમરાન ખાન એક મોંઘી કાંડા ઘડિયાળ સહિતની ભેટો ખરીદવા માટે વિવાદમાં છે, જે તેણે તોશાખાનામાંથી ડિસ્કાઉન્ટ કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે વેચી હતી.