Pakistan news : ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી, ધરપકડ વોરંટ સસ્પેન્ડ કરાયું
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર સરકારી ખજાનાની ભેંટમાં હેરાફેરીનો આરોપ છે. વર્ષ 2018 માં, દેશના પીએમ તરીકે, તેમને યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટો મળી હતી. ઇમરાન ખાને ઘણી ભેટ જાહેર કરી ન હતી, જ્યારે ઘણી ભેટો ખૂબ ઓછી કિંમતે ખરીદી હતી અને ઉંચી કિંમતે બહાર વેચવામાં આવી હતી.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેના બિનજામીનપાત્ર ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરી દીધું છે. આ પહેલા કોર્ટે ઈમરાનને 18 માર્ચ સુધી ધરપકડ કરીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પૂર્વ વડાપ્રધાને ધરપકડ વોરંટ રદ કરાવવા માટે અરજી કરી હતી. તેમની સામે આ ધરપકડ વોરંટ સરકારી ખજાનાની ચોરીના કેસમાં જાહેર કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
આ સાથે કોર્ટે ઇમરાન ખાનને આવતીકાલ સુધી નીચલી કોર્ટમાં હાજર રહેવાનો મોકો પણ આપ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આમર ફારુકે, ઇમરાન ખાન વિરુદ્ધ જાહેર કરાયેલ ધરપકડ વોરંટને રદ કરતા કહ્યું કે સેશન્સ કોર્ટ અને પોલીસને પણ તેમને પૂરતી સુરક્ષા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ઈમરાન ખાન લાહોર હાઈકોર્ટ જવા રવાના થઈ ગયા
આ દરમિયાન ઈમરાન ખાન લાહોર હાઈકોર્ટ જવા રવાના થઈ ગયા છે. તે લાહોર હાઈકોર્ટમાં નવ કેસોમાં રક્ષણાત્મક જામીન અરજી પર સુનાવણીમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેમની પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ જણાવ્યું કે ઈમરાન લાહોર હાઈકોર્ટ જઈ રહ્યા છે. તે લાહોર હાઈકોર્ટ જઈને જાણ કરશે કે તે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થશે.આ દરમિયાન જજ ઈકબાલે એવી પણ ટીપ્પણી કરી હતી કે ઈમરાન ખાને કોર્ટ પાસે કોઈ પણ પ્રકારની તરફેણની માંગ કરતા પહેલા બિનશરતી આત્મસમર્પણ કરવું જોઈએ. વાસ્તવમાં, ઇમરાન ખાન ઘણી સુનાવણીમાં ગેરહાજર રહ્યા છે.
જો કે, જ્યારે પોલીસ મંગળવારે ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે લાહોરના જમાન પાર્ક સ્થિત તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેની પીટીઆઈ સમર્થકો સાથે ઘર્ષણ થયું હતું. બાદમાં કોર્ટના હસ્તક્ષેપ બાદ આ સંઘર્ષનો અંત આવ્યો હતો. આ મામલામાં શુક્રવારે લાહોર હાઈકોર્ટમાં સુનાવણી પહેલા ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું હતું કે બંને પક્ષો મુદ્દાઓને ઉકેલવા માટે સંમત થયા છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર સરકારી ખજાનાની ભેંટમાં હેરાફેરીનો આરોપ છે. વર્ષ 2018 માં, દેશના પીએમ તરીકે, તેમને યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટો મળી હતી. ઇમરાન ખાને ઘણી ભેટ જાહેર કરી ન હતી, જ્યારે ઘણી ભેટો ખૂબ ઓછી કિંમતે ખરીદી હતી અને ઉંચી કિંમતે બહાર વેચવામાં આવી હતી.