AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈમરાન ખાને જ નહીં પાકિસ્તાનના અન્ય આ નેતાઓએ પણ તોશાખાનામાંથી ગિફ્ટ લઈ પોતાની પાસે રાખી છે, વાંચો તે નેતાઓના નામ

મળતી માહિતી મુજબ મોટાભાગની ગિફ્ટ પૈસા આપ્યા વગર રાખી છે. મિસ્ટર ઝરદારી અને નવાઝ શરીફે તેમની મુલાકાત દરમિયાન એક-એક બુલેટપ્રૂફ વાહન મળ્યુ હતું અને તોશાખાનાને કેટલાક પૈસા ચૂકવ્યા પછી આ વાહનો રાખ્યા હતા.

ઈમરાન ખાને જ નહીં પાકિસ્તાનના અન્ય આ નેતાઓએ પણ તોશાખાનામાંથી ગિફ્ટ લઈ પોતાની પાસે રાખી છે, વાંચો તે નેતાઓના નામ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2023 | 1:57 PM
Share

હાલમાં આપણા પાડોશી દેશ પાકિસ્તાનની હાલત એકદમ કફોડી છે. ત્યારે દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સ્થિતિ પણ ખરાબ છે. ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. ઈમરાન પર ઘણા પ્રકારના કેસો ચાલી રહ્યા છે. તેમાં તોશાખાના કેસ વધારે ચર્ચાસ્પદ છે. પાકિસ્તાન સરકારે જાહેરાત કરી રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, કેબિનેટ પ્રધાનો, ન્યાયાધીશો દ્વારા 2002થી 2022 સુધી જાળવી રાખેલી વિદેશી ભેટોની વિગતો જાહેર કરી છે.

તોશાખાના ભેટનો લાભ લેનાર અગ્રણી વ્યક્તિઓમાં રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વી, વડાપ્રધાન શેહબાઝ શરીફ, ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન, ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, સ્વર્ગસ્થ લશ્કરી ડિરેક્ટર પરવેઝ મુશર્રફ, ભૂતપૂર્વ વડાપ્રધાન શૌકત અઝીઝ, ભૂતપૂર્વ PM યુસુફ રઝા ગિલાની, ભૂતપૂર્વ PM શાહિદ ખાકાન અબ્બાસી, ભૂતપૂર્વ PM રાજા પરવેઝ અશરફ, ભૂતપૂર્વ PM ઝફરુલ્લા ખાન જમાલી, સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાણી, નાણા પ્રધાન ઈશાક દાર, વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-ઝરદારી, શેખ રશીદ અહેમદ, ખુરશીદ કસૂરી, અબ્દુલ હફીઝ શેખ, જહાંગીર તારીન, શાહ મેહમૂદ કુરેશી અને ડો. અત્તૌર રહેમાનના નામ સામેલ છે.

આ પણ વાંચો: Pakistan : ઈમરાન ખાન અને તેના વિશ્વાસુ શાહ મહેમૂદ કુરેશી વિરુદ્ધ નવો કેસ દાખલ, આ આરોપો લગાવાયા

મળતી માહિતી મુજબ મોટાભાગની ગિફ્ટ પૈસા આપ્યા વગર રાખી છે. મિસ્ટર ઝરદારી અને નવાઝ શરીફે તેમની મુલાકાત દરમિયાન એક-એક બુલેટપ્રૂફ વાહન મળ્યુ હતું અને તોશાખાનાને કેટલાક પૈસા ચૂકવ્યા પછી આ વાહનો રાખ્યા હતા. આ સિવાય પરવેઝ મુશર્રફ અને શૌકત અઝીઝે પણ પૈસા ચૂકવ્યા વગર ઘણી વિદેશી ભેટો પર કબ્જો કર્યો હતો. વિદેશી લોકો પાસેથી મળતી ગિફ્ટના બદલામાં આ પાકિસ્તાનના નેતાઓ તેમને લાખો રૂપિયાની ગિફ્ટ આપતા હતા.

આસિફ અલી ઝરદારી

  • આસિફ અલી ઝરદારીએ 26 જાન્યુઆરી 2009ના રોજ એક BMW 760 Li વ્હાઈટ (સિક્યોરિટી વર્ઝન) ગાડી રાખી હતી. આ કારની કિંમત 27.3 મિલિયન નક્કી કરવામાં આવી હતી, જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ 4 મિલિયન કરતા થોડી વધારે ચૂકવણી કરીને રાખી હતી.
  • ત્યારબાદ માર્ચ 2011માં ઘડિયાળ અને કેટલીક અન્ય વસ્તુઓ માટે 1,58,250 રૂપિયા ચૂકવ્યા પછી 1 મિલિયનની કિંમતની કાંડા ઘડિયાળ રાખી હતી. જૂન 2011માં ઘડિયાળ અને અન્ય કેટલીક વસ્તુઓ માટે 1,89,219ની રકમ ચૂકવ્યા પછી 1.25 મિલિયનની કિંમતની વસ્તુઓ રાખી હતી.

નવાઝ શરીફ

  • PML-Nના ટોચના નેતાએ 20 એપ્રિલ 2008ના રોજ મર્સિડીઝ બેન્ઝ કાર ભેટમાં આપવામાં આવી હતી, જેની કિંમત 4.25 મિલિયન હતી. નવાઝ શરીફે 0.636 મિલિયન ચૂકવીને કાર રાખી હતી.

ઈમરાન ખાન

  • ઈમરાન ખાને તોશાખાનામાંથી ઘણી ગિફ્ટ પોતાની પાસે રાખી છે. ખાને 3.8 મિલિયનની કિંમતની ઘડિયાળ સહિત 5 મોંઘી કાંડા ઘડિયાળો મળી હતી. જેના માટે તેમને 0.754 મિલિયનની રકમ ચૂકવી 2018માં આ ગિફ્ટ રાખી હતી.
  • સપ્ટેમ્બર 2018માં તેમને 85 મિલિયનની ગ્રાફ કાંડા ઘડિયાળ, 5.6 મિલિયનની કફલિંકની જોડી, 1.5 મિલિયનની પેન અને 8.75 મિલિયનની વીંટી માટે 20 મિલિયન ચૂકવ્યા હતા. અન્ય રોલેક્સ ઘડિયાળ જેની કિંમત 1.5 મિલિયન હતી, તે ગિફ્ટમાં આવી, જેને રાખવા માટે ખાને 2,94,000 ચૂકવ્યા હતા.
  • ઓક્ટોબરમાં 2019માં એક બોક્સવાળી ઘડિયાળ રાખી, જેની કિંમત 1.9 મિલિયન હતી. તેના માટે 9,35,000 ચૂકવ્યા. સપ્ટેમ્બર 2020માં ઈમરાન ખાને બીજી રોલેક્સ ઘડિયાળ અને અન્ય ગિફ્ટસ રાખવા માટે 2.4 મિલિયન ચૂકવ્યા હતા, જેની કિંમત 4.4 મિલિયન હતી.
  • તે જ મહિનામાં તેમની પત્ની બુશરા બીબીએ 10 મિલિયનની કિંમતનો નેકલેસ, 2.4 મિલિયનની કિંમતનું એક બ્રેસલેટ, 2.8 મિલિયનની કિંમતની એક વીંટી અને 1.85 મિલિયનની કિંમતની કાનની બુટ્ટીઓ રાખવા માટે 9 મિલિયન ચૂકવ્યા હતા.

આરીફ અલ્વી

  • રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીની પત્ની સમીના અલ્વીએ ઓક્ટોબર 2019માં રૂપિયા 1.19 મિલિયનની કિંમતનો નેકલેસ અને જ્વેલરી બોક્સની અન્ય વસ્તુઓ રાખવા માટે 8,65,000 ચૂકવ્યા હતા. રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ ફેબ્રુઆરી 2022માં 2.5 મિલિયનની કિંમતની રોલેક્સ કાંડા ઘડિયાળ રાખવા માટે 1.2 મિલિયન ચૂકવ્યા હતા.

શેખ રશીદ

  • શેખ રશીદે 2003માં બે સોનાના સિક્કા સહિત અન્ય ગિફ્ટસ રાખવા માટે 3420 રૂપિયા ચૂકવ્યા હતા.

ખુર્શીદ એમ કાસુરી

  • 2005માં ખુર્શીદ એમ કાસુરીને ઘણી ભેટો મળી હતી. જેના માટે તેમને એક પણ રૂપિયો ચૂકવ્યો નહતો.

રાજા પરવેઝ અશરફ

  • રાજા પરવેઝ અશરફે નવેમ્બર 2012માં 8,90,000ની ગ્રાફ કાંડા ઘડિયાળ અને અન્ય વસ્તુઓ માટે માત્ર 2,18,000 રૂપિયા ચૂકવી પોતાની પાસે ગિફ્ટ રાખી લીધી.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">