ભાગી રહ્યું છે ‘પાકિસ્તાન’ ! બલુચો સામે અસીમ મુનીર અને તેની સેના લાચાર, વિશ્વાસ ના આવતો હોય તો જુઓ આ પુરાવો
'પાકિસ્તાન' હોય કે ત્યાંની 'સેના', બંનેની સ્થિતિ સંપૂર્ણપણે ભાંગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે આ વખતે તો એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને બધું જ સાબિત થાય છે કે પાકિસ્તાન અને ત્યાંની સેના ધ્વસ્ત થઈ ગઈ છે...

બલુચિસ્તાન અસીમ મુનીર માટે એક મોટી પડકારરૂપ સ્થિતિ ઉભી કરી રહ્યું છે. અહીંયા પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે, પાકિસ્તાની સેનાને કેટલાંક વિસ્તારોમાંથી પીછેહઠ કરવી પડી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા કેટલાક વીડિયોમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર બલુચનો ધ્વજ ફરકતો જોવા મળે છે, જ્યારે બીજા વીડિયોમાં પાકિસ્તાની સૈનિકો પોતાનો કેમ્પ છોડીને પાછા જઈ રહ્યા છે તેવું નજરે પડે છે.
Pakistan Ki Lumber 1 Fauj Apni Patloon Balochistan Main Chod Kar Bhag Raha Hai.✌️❤️
This is another video proof of Pakistan army’s surrender and defeat in #RepublicOfBalochistan‘s town of #Zahri.
Baloch are peace loving people, they don’t want neighboring country of… https://t.co/6iQvfy56nE pic.twitter.com/NWOvX8fW2n
— Mir Yar Baloch (@miryar_baloch) September 4, 2025
મીર યાર બલોચે શેર કર્યો વીડિયો
બલુચિસ્તાનના ઘણા વિસ્તારોમાંથી પાકિસ્તાની સૈનિકોની પીછેહઠનો આ વીડિયો મીર યાર બલોચે X પર શેર કર્યો છે. મીર યાર બલોચની પ્રોફાઇલ મુજબ તે બલુચનો પ્રતિનિધિ, લેખક, ફ્રીલાન્સ પત્રકાર અને હ્યૂમન રાઇટ ડીફેન્ડર છે. તેણે પોતાના X એકાઉન્ટ પર ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં પાકિસ્તાની સેનાની ચોકીઓ અને મોબાઇલ ટાવર પર બલુચ ધ્વજ લહેરાતો જોવા મળે છે.
આ પોસ્ટમાં તેણે લખ્યું કે, “પાકિસ્તાનની ‘લમ્બર’ 1 સેના બલુચિસ્તાનમાં પોતાનું બધું છોડીને ભાગી રહી છે. પાકિસ્તાની સેનાની શરણાગતિ અને હારનો આ વીડિયો એક પુરાવો છે. બલુચિસ્તાનના લોકો નથી ઇચ્છતા કે, પડોશી દેશ પાકિસ્તાન હિંસા દ્વારા બલુચિસ્તાનને અસ્થિર કરે.”
પાકિસ્તાની સેના કેમ બલુચોની નજરે છે?
બલુચિસ્તાન હાલ પાકિસ્તાની સેના માટે એક મોટો પડકાર છે. આ એ જ પ્રાંત છે, જ્યાં પાકિસ્તાની સેનાએ શાંતિના નામે ઘણા નરસંહાર કર્યા છે. આ પ્રાંતમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે, જ્યાં પરિવારનો કોઈ સભ્ય ગાયબ ન થયો હોય. પાકિસ્તાની સેના પર બલુચિસ્તાનના લાખો લોકોને બળજબરીથી ગુમ કરવાનો, તેમની હત્યા કરવાનો અને તેમના મૃતદેહ કોઈને ન આપવાનો આરોપ છે. હવે જ્યારે બલુચિસ્તાનના લોકો રસ્તા પર ઉતરીને પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે સેનાનો પરસેવો છૂટી પડ્યો છે.
