Pakistan News: પાકિસ્તાનમાં લોકોનો ગુસ્સો નથી થઈ રહ્યો શાંત, મોંઘી વીજળી સામે હડતાળ, માગ નહીં સંતોષાય તો બધું થઈ જશે ઠપ

કરાચી, લાહોર અને પેશાવર સિવાય અન્ય ઘણા શહેરો એવા છે જ્યાં વ્યાપારી પ્રવૃત્તિઓ બંધ છે. જમાત-એ-ઈસ્લામી અને અન્ય સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનમાં વકીલોએ પણ તેમનું સમર્થન કર્યું હતું. પરંતુ, પાકિસ્તાનના વર્તમાન કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હકે કહ્યું કે હાલમાં આ મોંઘવારીમાંથી કોઈ રાહત મળશે નહીં. વિરોધને કારણે મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

Pakistan News: પાકિસ્તાનમાં લોકોનો ગુસ્સો નથી થઈ રહ્યો શાંત, મોંઘી વીજળી સામે હડતાળ, માગ નહીં સંતોષાય તો બધું થઈ જશે ઠપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 1:37 PM

પાકિસ્તાન (Pakistan) છેલ્લા ઘણા મહિનાઓથી આર્થિક સંકટથી (Pakistan Economy Crisis) ઝઝૂમી રહ્યું હતું પરંતુ હવે એક નવા સંકટે દેશને ઘેરી લીધો છે. આસમાનને આંબી ગયેલી મોંઘવારી બાદ હવે વીજળી અને પેટ્રોલના ભાવમાં ઘણો વધારો થયો છે. જેના કારણે પાકિસ્તાનના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વિવિધ વેપારી સંગઠનો હડતાળ પર ઉતરી ગયા છે જેના કારણે સ્થિતિ વણસી છે.

મોંઘવારીમાંથી કોઈ રાહત મળશે નહીં

કરાચી, લાહોર અને પેશાવર સિવાય અન્ય ઘણા શહેરો એવા છે જ્યાં વ્યાપારી પ્રવૃત્તિઓ બંધ છે. જમાત-એ-ઈસ્લામી અને અન્ય સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનમાં વકીલોએ પણ તેમનું સમર્થન કર્યું હતું. પરંતુ, પાકિસ્તાનના વર્તમાન કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હકે કહ્યું કે હાલમાં આ મોંઘવારીમાંથી કોઈ રાહત મળશે નહીં. વિરોધને કારણે મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં વીજળીના બિલ આસમાને

વિજળીના વધતા સંકટ વચ્ચે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં વીજ કાપ શરૂ થઈ ગયો છે. સંકટથી બચવા માટે સરકારી ઓફિસો અને પાકિસ્તાનના વડાપ્રધાનના રૂમના પણ એર કંડિશનર બંધ કરી દેવામાં આવ્યા છે. મફત વીજળી આપતી તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં પાકિસ્તાનમાં વીજળીના બિલ આસમાને છે. આ સાથે જ પેટ્રોલના ભાવમાં પણ વધારો થયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

10 દિવસની હડતાળ કરવામાં આવશે

તેના વિરોધમાં કરાચીમાં તાજીર એક્શન કમિટી (TAC) એ સરકારને ધમકી આપી હતી અને કિંમતો ઘટાડવા માટે 72 કલાકનો સમય આપ્યો હતો. સંસ્થાએ કહ્યું કે જો સરકાર દરો નહીં ઘટાડે તો 10 દિવસની હડતાળ કરવામાં આવશે.

આ પણ વાંચો : Pakistan News: પાકિસ્તાન અને ચીને મળીને મ્યાનમાર સાથે કરી છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

હડતાળને અનેક સંસ્થાઓનું સમર્થન

TACની આ હડતાળને ઘણી સંસ્થાઓ અને લોકોએ સમર્થન આપ્યું છે. TAC કન્વીનર મુહમ્મદ રિઝવાને કહ્યું કે, આ હડતાળમાં સામેલ થવા માટે કોઈના પર કોઈ દબાણ નથી. ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ હડતાળના એલાનને સ્વીકારતા કહ્યું કે સરકાર પરિસ્થિતિને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાનમાં રાજકીય સંકટ પહેલાથી જ ચાલી રહ્યું હતું, તેથી મોંઘવારી અને વીજળીનું સંકટ પાકિસ્તાન માટે આફત બની ગયું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">