આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન યુક્રેનને વેચી રહ્યુ છે શસ્ત્રો, રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ યુક્રેનને શસ્ત્રો અને દારૂગોળો વેચવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને બંને દેશો વચ્ચેના યુદ્ધમાં તટસ્થતાની નીતિ જાળવી છે. યુદ્ધમાં કોઈપણ દેશને કોઈ શસ્ત્રો કે દારૂગોળો આપવામાં આવશે નહીં. આ કથિત કરારો પીડીએમ શાસન દરમિયાન કરવામાં આવ્યા હતા.
હાલમાં પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનને હથિયારો સપ્લાય કરીને કરોડો રૂપિયાની કમાણી કરી. મીડિયા રિપોર્ટ મૂજબ, ગયા વર્ષે પાકિસ્તાને બે ખાનગી અમેરિકન કંપનીઓ સાથે હથિયારોની ડીલ કરીને 364 મિલિયન યુએસ ડોલરની કમાણી કરી હતી.
યુક્રેનને હથિયારો આપવાનો ઈનકાર કર્યો
રિપોર્ટ અનુસાર એક બ્રિટિશ મિલિટ્રી કાર્ગો એરક્રાફ્ટે યુક્રેનને શસ્ત્રો સપ્લાય કરવા માટે રાવલપિંડીમાં પાકિસ્તાન એરફોર્સના નૂર ખાન બેઝથી સાયપ્રસ, અક્રોટિરીમાં બ્રિટિશ મિલિટ્રી બેઝ અને ત્યારબાદ રોમાનિયા સુધી કુલ 5 વખત ઉડાન ભરી હતી. પરંતુ પાકિસ્તાને રોમાનિયા અને તેના પાડોશી દેશ યુક્રેનને હથિયારો આપવાનો ઇનકાર કર્યો છે.
અમેરિકન કંપનીઓ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા
BBC સમાચાર અનુસાર, અમેરિકાની ફેડરલ ખરીદ ડેટા સિસ્ટમમાંથી મેળવેલા કરારની વિગતોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને 155 MM તોપના ગોળાના વેચાણ માટે ‘ગ્લોબલ મિલિટ્રી’ અને ‘નોર્થ્રોપ ગ્રુમેન’ નામની અમેરિકન કંપનીઓ સાથે બે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, યુક્રેનને શસ્ત્રો આપવા માટેના આ કરાર પર 17 ઓગસ્ટ, 2022ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સુનાવણી દરમિયાન ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીના નામનો કેમ કર્યો ઉલ્લેખ?
BBC ઉર્દૂએ કહ્યુ હતું કે, SBP એટલે કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ડેટા પણ દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન દેશની શસ્ત્રોની નિકાસમાં 3,000 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને 2021-22માં 13 મિલિયન યુએસ ડોલરના હથિયારોની નિકાસ કરી હતી, જ્યારે 2022-23માં આ નિકાસ 415 મિલિયન યુએસ ડોલર પર પહોંચી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કર્યો ઈનકાર
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ યુક્રેનને શસ્ત્રો અને દારૂગોળો વેચવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને બંને દેશો વચ્ચેના યુદ્ધમાં તટસ્થતાની નીતિ જાળવી છે. યુદ્ધમાં કોઈપણ દેશને કોઈ શસ્ત્રો કે દારૂગોળો આપવામાં આવશે નહીં. આ કથિત કરારો પીડીએમ શાસન દરમિયાન કરવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો