Pakistan Economic Crisis : પાકિસ્તાનને હવે વિદેશી દૂતાવાસ બંધ કરવાનો આવ્યો વારો ? કર્મચારીઓને નથી મળ્યો પગાર
ખર્ચ ઘટાડવા માટે કેટલાક પાકિસ્તાની દૂતાવાસોને બંધ કરવાની અને દૂતાવાસમાં કામ માટે રાખવામાં આવેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે.
પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાનો સામનો કરવા માટે વડા પ્રધાનને સલાહ આપતી સમિતિએ વિદેશમાં પાકિસ્તાનના દૂતાવાસોની સંખ્યા ઘટાડવાની ભલામણ કરી છે. ત્રોના જણાવ્યા અનુસાર પીએમ હાઉસે આ મામલે વિદેશ મંત્રાલયને પત્ર લખીને બે સપ્તાહની અંદર પોતાના સૂચનો મોકલવા કહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિએ વિદેશમાં પાકિસ્તાનના દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસની સંખ્યામાં ઘટાડો કરવાની ભલામણ કરી છે, જેના પછી આ દેશોના ખર્ચમાં 15 ટકાનો ઘટાડો થશે.
ખર્ચ ઘટાડવા માટે કેટલાક દૂતાવાસો બંધ કરવા અને ત્યા કામ પર રાખવામાં આવેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે. હાલમાં પાકિસ્તાનમાં વિશ્વભરમાં કુલ 113 દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ છે. નોંધપાત્ર વાત એ છે કે વિદેશ મંત્રાલય પહેલાથી જ અડધા કાર્યબળ સાથે કામ કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયમાં આર્થિક કટોકટી અંગેના અહેવાલો અનુસાર વિદેશમાં દૂતાવાસોમાં નાણાની અછત છે, રાજનાયિકોના કાર્યમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. રાજનાયિકોને વિદેશમાં તેમના આવાસ માટે ભાડાની ચૂકવણી ન કરવાને કારણે શરમનો સામનો કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભંડોળ ન હોવાને કારણે મોટાભાગની દૂતાવાસોએ કામકાજ બંધ કરી દીધું છે.
કર્મચારીઓને નથી મળી રહ્યો પગાર
તેમણે કહ્યું કે અમેરિકન અને યુરોપિયન દૂતાવાસોમાં તૈનાત પાસપોર્ટ સ્ટાફને પણ ચૂકવણી કરવામાં આવી નથી. વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય રાજનયિક મંત્રાલયને ચૂકવણીમાં વિલંબ સિસ્ટમની ખામીને કારણે થયો હતો. યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં દૂતાવાસો જે સમસ્યાઓની જાણ કરવામાં આવી છે તેની ફરીથી તપાસ કરશે.
પાકિસ્તાનમાં લોકોના દાણા દાણા માટે વલખા
રોકડની સમસ્યાનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગરીબીની આરે પહોંચી ગયું છે. સ્થિતિ એવી છે કે લોકો પાકિસ્તાનમાં લોકો દાણા દાણા માટે મોહતાજ બની ગયા છે. રાશન સામગ્રીના ભાવ આસમાને છે. લોકો આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે. આ બધા સંજોગો વચ્ચે પાકિસ્તાને IMFનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ ત્યાંથી પણ તે કંઈ મેળવી શક્યું નથી.