AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાલ જાજમ પરથી પગ લપસ્યો અને પાકિસ્તાનના વિદેશ મંત્રી થયા ભોંયભેગા.. તૂટી ગયો ખભો, ઈરાન યુદ્ધની કરી રહ્યા હતા મધ્યસ્થી

પાકિસ્તાનના વિદેશમંત્રી ઈશાક ડાર રવિવારે ઈસ્લામાબાદમાં મિસરના વિદેશ મંત્રીનું સ્વાગત કરી રહ્યા હતા એ સમયે જ પગ લપસ્યો અને જમીન પર ચત્તાપાટ પડ્યા. આ ઘટના બાદ તેઓ તુરંત ઉભા તો થઈ ગયા પરંતુ પાછળથી કરાવેલા એક્સરેમાં સામે આવ્યુ કે તેમના ખભાના હાડકામાં ફ્રેક્ચર છે.

લાલ જાજમ પરથી પગ લપસ્યો અને પાકિસ્તાનના વિદેશ મંત્રી થયા ભોંયભેગા.. તૂટી ગયો ખભો, ઈરાન યુદ્ધની કરી રહ્યા હતા મધ્યસ્થી
| Updated on: Mar 30, 2026 | 5:14 PM
Share

ઈરાન યુએસ યુદ્ધમાં મધ્યસ્થતા કરી રહેલા પાકિસ્તાનના ડિપ્ટી પીએમ ઈશાક ડારનો ખભો તૂટી ગયો છે. ઈશાક ડાર પાકિસ્તાન તરફથી એ મુખ્ય વ્યક્તિ છે જે ઈરાન વોરમાં મધ્યસ્થતા કરી રહ્યા છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની મહત્વતા બતાવવા માટે ઈરાન ઈઝપાયેલ અમેરિકાના યુદ્ઘમાં કથિત મીડિયેટરની જેમ કામ કરી રહ્યુ છે.

આ દરમિયાન રવિવારે 29 માર્ચે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં તે મિસર, તુર્કી અને સાઉદી અરબના વિદેશમંત્રીઓની એક બેઠકને કો ઓર્ડિનેટ કરી રહ્યા હતા.

આ ઘટના પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં બની. હકીકતમાં મિસરના વિદેશમંત્રી બદર અબ્દેલાતીનું સ્વાગત કરી રહ્યા હતા. ઈશાક ડાર રેડ કાર્પેટ પર ચાલતા ચાલતા ફોટો પડાવવા અને હેન્ડશએક કરવા માટે આગળ વધી રહ્યા હતા, ત્યારે તેનો પગ લપસ્યો અને તેનુ બેલેન્સ ગયુ અને તે જમીન પર પટકાયા. જેમા તેમને ખભામાં અને પગમાં ઈજા પહોંચી છે.

હવે તેમના પુત્ર અલી ડારે કહ્યુ છે કે તેમના પિતાનો ખભો તૂટી ગયો છે. અલી ડારે એક્સ પર પોસ્ટમાં લખ્યુ છે, “ઈશાક ડાર સાહેબ આજે મિસરના વિદેશમંત્રીના સ્વાગત દરમિયાન પડી ગયા. આમ છતા તેમણે પેઈનકિલર લઈને સમગ્ર દિવસ દરમિયાનની તેમની મહત્વપૂર્ણ બેઠકોનો દૌર સંપન્ન કર્યો હતો”

અલી ડારે કહ્યુ કે રાત્રે 9 વાગ્યા આસપાસ તેમના તમામ સત્તાવાર કાર્યક્રમો સમાપ્ત થયા બાદ તેમણે મેડિકલ ચેકઅપ કરાવ્યુ. આ એક્સરેમાં ખભામાં હેરવાઈન ફ્રેક્ચર છે.

શું હોય છે હેરલાઈન ફ્રેક્ચર?

હેરલાઈન ફ્રેક્ચર ને સ્ટ્રેસ ફ્રેક્ચર પણ કહેવાય છે. હાડકામાં એક બહુ પાતળી, બારીક તિરાડ હોય છે. જેમા હાડકુ બે ટૂકડામાં નથી તૂટી જતુ પરંતુ માત્ર તેની સપાટી થોડી ફાટી જવાને કારણે નાનકડી પાતળી ક્રેક આવે છે. પરંતુ જો તેનુ ધ્યાન રાખવામાં ન આવે અને અવગણવામાં આવે તો તે મોટુ ફ્રેક્ચર બની શકે છે. સારવાર દરમિયાન 4 થી 8 સપ્તાહ દરમિયાન વજન ઉચકવાની મનાઈ હોય છે.

પાકિસ્તાન સહિત ચાર દેશોના મંત્રીઓની હતી બેઠક

પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ મધ્યસ્થી બેઠક માટે ભેગા થયા હતા. આ પહેલ ઇરાન યુદ્ધમાં મધ્યસ્થી કરવાના હેતુથી સંકલિત પ્રાદેશિક પ્રયાસનો એક ભાગ હતી. આ યુદ્ધ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલુ છે. જે હવે વધુ ખતરનાક સ્તરે પહોંચી ગયુ છે. વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપ પાડી શકે છે.

ઇરાન સાથે સંકળાયેલા સંઘર્ષ અંગે તટસ્થતા જાળવી રાખતા, પાકિસ્તાન મુખ્યત્વે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. ઇસ્લામાબાદ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે પરોક્ષ સંવાદને સરળ બનાવવા માટે સંદેશવાહક તરીકે સેવા આપી રહ્યું છે.

પાકિસ્તાને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી 15-મુદ્દાની દરખાસ્ત ઇરાનને પહોંચાડી હતી અને હાલમાં બંને પક્ષો વચ્ચે સંદેશાઓના આદાન-પ્રદાનને સરળ બનાવી રહ્યું છે. 29 માર્ચ, 2026 ના રોજ, પાકિસ્તાને સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું હતું, જે દરમિયાન સંઘર્ષનો અંત લાવવા અને તણાવ ઓછો કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી ઇશાક ડારે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન ટૂંક સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે વાટાઘાટોનું આયોજન કરશે.

ભારતમાં તૈયાર થતી એન્ટી રેડિયેશન દવાઓની પશ્ચિમ એશિયાના દેશોએ કરી માગ, પરમાણુ હુમલાનો ખતરો કે આગોતરી તૈયારી- વાંચો

Follow Us
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">