AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં ફરીથી યોજાશે ચૂંટણી ? રાવલપિંડીના કમિશનરના નિવેદન બાદ રાજકીય ખળભળાટ

પાકિસ્તાનમાં રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ સામાન્ય ચૂંટણીમાં ગેરરિતીના આરોપ લગાવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જે આ દાવાઓની તપાસ કરશે.

પાકિસ્તાનમાં ફરીથી યોજાશે ચૂંટણી ? રાવલપિંડીના કમિશનરના નિવેદન બાદ રાજકીય ખળભળાટ
Pakistan
| Updated on: Feb 18, 2024 | 9:21 PM
Share

પાકિસ્તાનમાં રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ ગત શનિવારે સામાન્ય ચૂંટણીમાં ગરબડનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી પાકિસ્તાનનું ચૂંટણી પંચ (ECP) એક્શનમાં છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સહિત વિશ્વભરની સરકારોએ પણ ચૂંટણીની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા. રાવલપિંડી કમિશ્નરના નિવેદન બાદ ચૂંટણીમાં ગોટાળાના દાવાઓને ગતિ મળી છે. કથિત હેરાફેરીના વિરોધમાં પીટીઆઈ પાર્ટીના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

પાકિસ્તાનના ચૂંટણી પંચે કમિશનર લિયાકત અલી ચટ્ટાના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. ECP દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે સમિતિમાં સચિવ, વિશેષ સચિવ અને એડિશનલ ડાયરેક્ટર જનરલ લો સહિત ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, આ કમિટી રિટર્નિંગ ઓફિસર્સ અને ડિસ્ટ્રિક્ટ રિટર્નિંગ ઓફિસર્સના નિવેદનો રેકોર્ડ કરશે, ત્યારબાદ 3 દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ ચૂંટણી પંચને સોંપવામાં આવશે. આ રિપોર્ટના આધારે એ નક્કી કરવામાં આવશે કે રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટા વિરુદ્ધ ECPની અવમાનના સહિત કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.

રાવલપિંડીના કમિશનરે કર્યા હતા આક્ષેપો

લિયાકત અલી ચટ્ટાએ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ચૂંટણી દરમિયાન મતોની મોટી હેરાફેરી થઈ હતી જેમાં તે પોતે પણ સામેલ હતા. તેમણે કહ્યું કે, જે ઉમેદવારો 70,000-80,000 વોટથી જીતી રહ્યા હતા તેઓને નકલી સીલનો ઉપયોગ કરીને હરાવાયા હતા. તેમના સિવાય મુખ્ય ચૂંટણી કમિશનર અને મુખ્ય ન્યાયાધીશ પણ આ હેરાફેરીમાં સંપૂર્ણ રીતે સામેલ છે. કમિશનરે કહ્યું, ‘મને આ બધું ગમ્યું ન હતું, તેથી મેં મારા હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.’ હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.

શું પાકિસ્તાનમાં ફરી ચૂંટણી થશે?

કમિશનર લિયાકત અલી ચટ્ટાના વિવાદાસ્પદ નિવેદન બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં કમિશનર લિયાકતના આક્ષેપોને સદંતર ફગાવી દીધા હતા. તેમજ આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. શું પાકિસ્તાનમાં ફરી ચૂંટણી થઈ શકે?

રાવલપિંડીના નવા ડિસ્ટ્રિક્ટ રિટર્નિંગ ઓફિસર સૈફ અનવર જપ્પાના નિવેદન પર નજર કરીએ તો, ફરીથી ચૂંટણી થવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. સૈફ અનવરે ખાતરી આપી હતી કે ચૂંટણી સંપૂર્ણ પારદર્શિતા સાથે અને કોઈપણ બાહ્ય દબાણ વિના યોજાઈ હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણીમાં કમિશનરની ભૂમિકા માત્ર સંકલનની હતી.

પોલીસ કસ્ટડીમાં લેવાતા પહેલા કમિશનર લિયાકત અલી ચટ્ટાએ કહ્યું હતું કે ફરીથી ચૂંટણી કરાવવાની જરૂર નથી. ચૂંટણીના વાસ્તવિક પરિણામો ફોર્મ 45ના આધારે જ જાણી શકાય છે. ફોર્મ 45 એ વિસ્તારના મતદાન મથકમાં પડેલા મતોની વિગતો ધરાવે છે. મતદાન મથકમાં કેટલા મત પડ્યા, કયા ઉમેદવારને કેટલા મત મળ્યા વગેરે સહિતની અનેક પ્રકારની માહિતી ફોર્મ 45માં આપવામાં આવી છે. આ કારણોસર ફોર્મ 45ને કાઉન્ટનું પરિણામ પણ કહેવામાં આવે છે.

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">