AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાનનો ‘ભીખ’ માંગવામાં વર્લ્ડ રેકોર્ડ! ફરી એકવાર IMF સામે કટોરો ધરીને મેળવી અબજોની મદદ

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે અને તે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે મદદ માટે હાથ ફેલાવી રહ્યું છે. પોતાની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે પાકિસ્તાને ફરીથી IMF પાસે કરગરીને 1.2 અબજ ડોલરની મોટી રકમની સહાય મેળવી લીધી છે.

Breaking News: પાકિસ્તાનનો 'ભીખ' માંગવામાં વર્લ્ડ રેકોર્ડ! ફરી એકવાર IMF સામે કટોરો ધરીને મેળવી અબજોની મદદ
| Updated on: Mar 28, 2026 | 7:30 PM
Share

ભીખ માંગવામાં પાકિસ્તાન સુપરસ્ટાર સાબિત થયું છે. નિર્લજ્જતા અને બેશરમીની તમામ હદો વટાવીને પાકિસ્તાન સતત ભીખ પર ભીખ માંગી રહ્યું છે. ક્યારેક તે સાઉદી અરેબિયા પાસે, ક્યારેક યુએઈ પાસે, ક્યારેક અમેરિકા પાસે તો ક્યારેક આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) પાસે ભીખનો કટોરો લઈને ઊભેલું દેખાય છે. આ વખતે પાકિસ્તાને ફરીથી IMF પાસેથી 1.2 અબજ ડોલરની ભીખ મેળવી લીધી છે પરંતુ સવાલ એ જ છે કે, આખરે ક્યાં સુધી પાકિસ્તાન ભીખ માંગીને પોતાનું કામ ચલાવતું રહેશે?

પાકિસ્તાનને આ વખતે કેવી રીતે મળી ભીખ?

પાકિસ્તાને IMF સાથે આ વખતે બે અલગ-અલગ વ્યવસ્થાઓ હેઠળ કુલ 1.2 અબજ ડોલરની રકમ માટે પ્રારંભિક સમજૂતી કરી છે. IMF એ શનિવારે જણાવ્યું હતું કે, બંને પક્ષોએ ‘એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી’ની ત્રીજી સમીક્ષા અને આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે શરૂ કરાયેલી ‘રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી’ (RSF) ની બીજી સમીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

IMF ના પ્રતિનિધિમંડળે 25 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી કરાચી અને ઈસ્લામાબાદમાં પાકિસ્તાની અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી પરંતુ તે સમયે કોઈ સમજૂતી થઈ શકી નહોતી. ત્યારબાદ વાતચીત ઓનલાઈન ચાલુ રહી અને અંતે બંને પક્ષો વચ્ચે સહમતિ થઈ ગઈ હતી. IMF એ તેના નિવેદનમાં જણાવ્યું કે, તેના અધિકારીઓ અને પાકિસ્તાન સરકારના અધિકારીઓ વચ્ચે બંને સુવિધાઓની સમીક્ષા પર સહમતિ થઈ ગઈ છે.

પાકિસ્તાનને મળશે ’21 કરોડ ડોલર’

પાકિસ્તાનના નાણા મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે, 37 મહિનાની EFF વ્યવસ્થા અને 28 મહિનાની RSF વ્યવસ્થાની સમીક્ષા પર સહમતિ સધાઈ છે. IMF મિશનના વડા ઇવા પેટ્રોવાએ જણાવ્યું હતું કે, બોર્ડની મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાનને EFF હેઠળ લગભગ 1 અબજ ડોલર અને RSF હેઠળ આશરે 210 મિલિયન ડોલર (21 કરોડ ડોલર) ની રકમ મળી શકશે. પાકિસ્તાન વર્ષ 2024માં IMF ના 7 અબજ ડોલરના ‘એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી’ (EFF) કાર્યક્રમમાં એડ (Add) થયું હતું.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પાકિસ્તાની અર્થતંત્રને મજબૂત બનાવવો, બજારમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો, રાજકોષીય સુધારા ચાલુ રાખવા અને ઊર્જા ક્ષેત્રની અસમર્થતાઓને ઓછી કરવાનો છે. ગયા વર્ષે પાકિસ્તાનને આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટને મજબૂત કરવા, જળ કાર્યક્ષમતા વધારવા અને ગ્રીન ફાઇનાન્સિંગને પ્રોત્સાહન આપવા માટે ‘રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી’ (RSF) હેઠળ 1.4 અબજ ડોલરની સુવિધા મળી હતી.

Breaking News: ઈરાનનો ઈઝરાયેલ પર હુમલો, પણ મિસાઈલ પર કેમ લખ્યું ‘ભારત’નું નામ? જાણો રહસ્ય

Follow Us
હુમલાનાં વિરોધમાં તબીબોએ કામગીરીનો બહિષ્કાર કર્યો
હુમલાનાં વિરોધમાં તબીબોએ કામગીરીનો બહિષ્કાર કર્યો
ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત PM વડોદરા આવશે
ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત PM વડોદરા આવશે
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
g clip-path="url(#clip0_868_265)">