કાશ્મીર મુદ્દે હંમેશા પાકિસ્તાનને સાથ આપનાર તુર્કીને મદદ માટે જઈ રહેલા ભારતીય વિમાનને પાકિસ્તાને અટકાવ્યું
તુર્કીએ ભારતની મદદની પ્રશંસા કરી છે અને ભારતને સાચો મિત્ર ગણાવ્યો છે. ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે ભારત સરકાર વતી આ મદદ માટે આભાર માન્યો છે.
ભૂકંપગ્રસ્ત તુર્કીમાં રાહત સામગ્રી લઈને જઈ રહેલા ભારતીય વિમાનોને પાકિસ્તાને એરસ્પેસ નહોતું આપ્યું, જેના કારણે તેણે બીજા રૂટથી તુર્કીમાં ઉતરવું પડ્યું હતુ. પાકિસ્તાનના આ કૃત્યથી સમગ્ર વિશ્વમાં તેની છબી ખરાબ થઈ છે. સાથે જ તુર્કીએ ભારતની મદદની પ્રશંસા કરી છે અને ભારતને સાચો મિત્ર ગણાવ્યો છે. ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે ભારત સરકાર વતી આ મદદ માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જે મિત્ર જરૂરિયાતમાં ઉપયોગી થાય તે સાચો મિત્ર છે.
First batch of earthquake relief material along with NDRF’s special search & rescue teams and trained dog squats just arrived in Türkiye.
Thank you India for your support and solidarity.
🇹🇷 🇮🇳@PMOIndia @MEAIndia @MFATurkiye @AFADTurkiye https://t.co/nLkXfLkqHZ
— Turkish Embassy-New Delhi/Yeni Delhi Büyükelçiliği (@TurkEmbDelhi) February 7, 2023
ફિરત સુનેલે ટ્વિટર પર લખ્યું, મિત્ર તુર્કી અને હિન્દીમાં એક સામાન્ય શબ્દ છે. આપણી પાસે એક તુર્કી કહેવત છે, જરૂરિયાતમાં કામ આવનાર મિત્ર એ સાચો મિત્ર છે. તમારો ખૂબ ખૂબ આભાર. અગાઉ સોમવારે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી (MoS) વી મુરલીધરને તુર્કી દૂતાવાસની મુલાકાત લીધી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહાનુભૂતિ પણ વ્યક્ત કરી હતી.
“Dost” is a common word in Turkish and Hindi… We have a Turkish proverb: “Dost kara günde belli olur” (a friend in need is a friend indeed). Thank you very much 🇮🇳@narendramodi @PMOIndia @DrSJaishankar @MEAIndia @MOS_MEA #earthquaketurkey https://t.co/nB97RubRJU
— Fırat Sunel फिरात सुनेल فرات صونال (@firatsunel) February 6, 2023
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા એક બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે NDRFની તબીબી ટીમો અને રાહત સામગ્રી સાથે બચાવ ટીમોને તાત્કાલિક તુર્કી મોકલવામાં આવશે. PMOએ એક નિવેદનમાં જણાવ્યું કે, NDRFની બે ટીમો, ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓને રાહત અને બચાવ માટે તુર્કી મોકલવામાં આવી રહ્યા છે.
First Indian C17 flight with more than 50 @NDRFHQ Search & Rescue personnel, specially trained dog squads,drilling machines, relief material, medicines and other necessary utilities & equipment reaches Adana,Türkiye.
Second plane getting ready for departure. @MevlutCavusoglu pic.twitter.com/sSjuRJJrIO
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 7, 2023
ભૂકંપથી પ્રભાવિત તુર્કીના રાહત અને બચાવ કાર્યમાં મદદ કરવા માટે NDRFની ટીમ મંગળવારે તુર્કી પહોંચી છે. તુર્કીમાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે 4500થી વધુ લોકોના મોત થયા છે. દિલ્હીની નજીક સ્થિત ગાઝિયાબાદ અને કોલકાતાની બે ટીમોના કુલ 101 કર્મચારીઓને સાધનો સાથે ભારતીય વાયુસેના જી-17 વિમાનમાં તુર્કી મોકલવામાં આવ્યા હતા.
ભૂકંપગ્રસ્ત તુર્કી અને પડોશી પ્રદેશો માટે સોમવારે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (HADR) પ્રયાસોનો આ એક ભાગ છે. ટીમો કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવામાં મદદ કરશે અને સ્થાનિક સત્તાવાળાઓને તમામ શક્ય મદદ પૂરી પાડશે.