AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Crisis : પાકિસ્તાનની હાલત કફોડી ! હવે ફ્લોર મિલ માલિકોએ શાહબાઝ સરકારનું વધાર્યું ટેન્શન

પાકિસ્તાનમાં એક તરફ જ્યાં રમઝાનમાં લોકોને મફતમાં લોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ કરાચીમાં લોટ મિલ માલિકોએ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

Pakistan Crisis : પાકિસ્તાનની હાલત કફોડી ! હવે ફ્લોર મિલ માલિકોએ શાહબાઝ સરકારનું વધાર્યું ટેન્શન
Pakistan Crisis In Ramzan bread will be sold
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 11:42 AM
Share

પાકિસ્તાનમાં એક તરફ જ્યાં રમઝાનમાં લોકોને મફતમાં લોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ કરાચીમાં લોટ મિલ માલિકોએ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આવી સ્થિતિમાં જો સિંધ સરકાર આજે તેમની માંગ નહીં સ્વીકારે તો આજે રાતથી લોટ દળતી ઘંટીના માલિકો (આટા મિલો) હડતાળ પર ઉતરશે.

ફ્લોર મિલ્સ એસોસિએશનના પ્રમુખ આમિર ચૌધરીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ખાદ્ય વિભાગના બળજબરીથી વસૂલાતના કારણે કરાચીમાં ઘઉંનું ગંભીર સંકટ ઊભું થયું છે. મિલ માલિકો પાસે ઘઉંનો સ્ટોક સમાપ્ત થઈ ગયો છે અને લોટ મિલોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમણે કહ્યું કે લગભગ 30 લાખની વસ્તીવાળા કરાચી શહેરમાં ઘઉંના ઉત્પાદનનો કોઈ સ્ત્રોત નથી. સિંધ અને પંજાબથી અહીં જરૂરિયાત મુજબ ઘઉં આવે છે, પરંતુ સિંધ અને કરાચીના માર્ગ પર 13 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જેના કારણે ઘઉંના પુરવઠામાં સમસ્યા છે.

એસોસિએશને 48 કલાકનું આપ્યું અલ્ટીમેટમ

એસોસિએશને કહ્યું કે તેઓ સિંધ સરકારને ઘઉંની ડિલિવરી પરનો પ્રતિબંધ હટાવવા માટે 48 કલાકનો સમય આપે છે. આવી સ્થિતિમાં જો સિંધ સરકાર તેમની વાત નહીં માને તો શુક્રવાર રાતથી કરાચીની લોટ મિલોમાં કામકાજ બંધ થઈ જશે.

લોટનું વિનામૂલ્યે વિતરણ

ઉલ્લેખનીય છે કે, આઝાદી બાદ પાકિસ્તાન તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આર્થિક ગરીબીના કારણે પાકિસ્તાનમાં ભારે મોંઘવારી જોવા મળી રહી છે. રમઝાન મહિનામાં સરકાર દ્વારા અલગ-અલગ સ્થળોએ સેન્ટરો ઉભા કરીને લોકોને મફતમાં લોટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ લોટની લૂંટ પણ જોવા મળી હતી. કેન્દ્ર સુધી પહોંચે તે પહેલા જ અનેક વાહનો પર લોટના પેકેટો લૂંટી લેવામાં આવ્યા હતા.

પાકિસ્તાનની હાલત દિનપ્રતિદિન ખરાબ

પાકિસ્તાનમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. બટાકા, ડુંગળી, ટામેટાં….સફરજન, કેળા, નારંગી અથવા લોટ, કઠોળ, ચોખા અને દૂધ અને અન્ય રોજિંદી જરૂરી વસ્તુઓ લોકોની પહોંચની બહાર જઈ રહી છે. મોંઘવારી દર 35 ટકાની ઉપર પહોંચી ગયો છે અને સરકારની તિજોરી લગભગ ખાલી છે. આવી સ્થિતિમાં શાહબાઝ શરીફ સરકાર સામાનની આયાત કરવામાં અસમર્થ છે અને તેને ક્યાંયથી પણ પૂરતી મદદ મળી રહી નથી. પાકિસ્તાની ચલણનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે અને પાકિસ્તાની રૂપિયો દરરોજ નવા નીચા સ્તરે પહોંચવાનો રેકોર્ડ બનાવી રહ્યો છે. હાલમાં તે અમેરિકી ડોલર સામે 288ના સ્તરે પહોંચી ગયો છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">