પાકિસ્તાન આર્થિક રીતે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ઘટતી વિદેશી મુદ્રા ભંડારે પાકિસ્તાનને બર્બાદીની કગાર પર લાવી દીધું છે
પાકિસ્તાનમાંથી ભારતમાં ઘણી વસ્તુઓ આવે છે . તેમાં ફળ, સિમેન્ટ અને ચામડા જેવો સામાન આવે છે અને ભારતમાં આ વસ્તુની ઘણી ડિમાન્ડ છે
વર્ષ 2017માં ભારતમાં પાકિસ્તાનમાંથી 488.5 મિલિયન ડોલરની કિંમતનો સામાન આયાત કરવામાં આવતો હતો. આમાં ડ્રાયફ્રુટ્સ, તરબૂચ અને અન્ય ફળ હતા
ભારતમાં વેચાણ થતો બિનાની સિમેન્ટનું પ્રોડક્શન પાકિસ્તાનમાં થાય છે. પાકિસ્તાનના મીઠાં, સલ્ફર, પત્થર અને ચૂનાનું પણ ભારતમાં ખૂબ વેચાણ થાય છે
વ્રતમાં ઉપયોગ થતું સીંધવ મીઠાંનો ઉપયોગ પાકિસ્તાનમાં થાય છે. આ સિવાય મુલ્તાની માટી પણ પાકિસ્તાનથી આવે છે, જેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો માટે થાય છે
ચશ્મામાં ઉપયોગ થતા ઓપ્ટિકલ પણ મોટી માત્રામાં પાકિસ્તાનમાંથી આવે છે. કેટલાક મેડિકલ ઉપકરણ પણ ભારતમાં પાડોશી દેશમાંથી આવે છે
ભારત મોટી માત્રામાં પાકિસ્તાનમાંથી ચામડાની આયાત કરે છ, પાકિસ્તાન ભારતમાં મોટા પ્રમાણમાં કોટન મોકલે છે
ભારત સ્ટીલ પણ પાકિસ્તનમાંથી મંગાવે છે અને તાંબુ પણ મોટી માત્રામાં પાડોશી દેશમાંથી આવે છે, કાર્બનિક કેમિકલ્સ, મેટલ કમ્પાઉન્ડ પણ પાકિસ્તાનમાંથી આવે છે
ચીનમાં બનતું કન્ફૈક્શનરી સંબંધી પ્રોડક્ટ્સ પણ પાકિસ્તાનમાંથી આવે છે. ભારતમાં લાહોરના કુર્તા, પેશાવરી ચપ્પલ પણ ખૂબ વેંચાય છે