પાકિસ્તાનમાં FB, WhatsApp અને Twitter સહિતના આ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, જાણો કારણ

પાકિસ્તાનના ગૃહમંત્રાલયે પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટી (PTA) ને આદેશ આપ્યો છે કે ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ટેલિગ્રામને અસ્થાયીરૂપે બ્લોક કરી દેવામાં આવે.

  • tv9 webdesk37
  • Published On - 15:36 PM, 16 Apr 2021
પાકિસ્તાનમાં FB, WhatsApp અને Twitter સહિતના આ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, જાણો કારણ
પાકિસ્તાનમાં સોસિયલ મોડીયા પર પ્રતિબંધ

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ટેલિગ્રામ શામેલ છે. પાકિસ્તાનની ટેલિકોમ ઓથોરિટીએ તમામ એપ્લિકેશનો અને વેબસાઇટ્સને બ્લોક કરવા આદેશ આપ્યો છે.

ગૃહમંત્રાલયે પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટી (PTA) ને આજે એટલે કે શુક્રવારે આદેશ આપ્યો છે કે ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ટેલિગ્રામને અસ્થાયીરૂપે અવરોધિત કરી દેવામાં આવે.

નોંધપાત્ર વાત એ છે કે આ સોશિયલ મીડિયા વેબસાઇટ અને એપ્સને સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી બ્લોક રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જોકે તેની પાછળનું કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવ્યું કે કેમ તેને કેમ અવરોધિત કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનમાં ભારે પ્રદર્શન

છેલ્લા કેટલાક દિવસોથી તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) વતી પાકિસ્તાનમાં ભારે પ્રદર્શન થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોટેસ્ટને કારણે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયાને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પ્રતિબંધ પહેલા, પાકિસ્તાની ટીવી ચેનલો પરથી તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનના પ્રોટેસ્ટના કવરેજ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Dawn ના અહેવાલ મુજબ પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીના અધ્યક્ષે કહ્યું છે કે તેઓને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.

Pakistan bans social media

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

પાકિસ્તાનમાં કેમ થઇ રહ્યા છે પ્રદર્શન?

હકીકતમાં, ઘણા ધાર્મિક સંગઠનો પાકિસ્તાનમાં ફ્રાંસ સામે વિરોધ કરી રહ્યા છે. આમાં TLP નો સમાવેશ છે જેના પર ત્યાં પ્રતિબંધ મુકાયો છે. પૈગંબર મુહમ્મદના કાર્ટૂન બનાવવાને લઇને ફ્રાન્સમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ફ્રાન્સે પણ તેના નાગરિકોને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે ફ્રાંસના રાષ્ટ્રપતિએ ફ્રીડમ ઓફ સ્પીચને ટાંકીને પૈગંબર મુહમ્મદના કેરીકેચરનો બચાવ કર્યો હતો. આ પછી, ઘણા મુસ્લિમ દેશોએ ફ્રેન્ચ બાયકોટની મુહિમ શરૂ કરી હતી. આ વાતને લઈને પાકિસ્તાનમાં હવે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનમાં હિંસા પણ થઈ રહી છે.

 

આ પણ વાંચો: અમિત શાહે રાહુલ ગાંધીને ગણાવ્યા ‘ટૂરિસ્ટ નેતા’, ભાજપના DNA પર ઉભા થયેલા સવાલનો આપ્યો આ જવાબ

આ પણ વાંચો: Double Income: એમેઝોન કંપનીને કોરોના ફળ્યો, એક વર્ષમાં 1594 અબજ રૂપિયાની કરી કમાણી