બલૂચિસ્તાનના મામલે મૂર્ખ બની ગયો મૌલાના મુનીર… BLA નામે અમેરિકાના ચક્રવ્યુહમાં ફસાયો, ભારત પાસેથી ન લીધી શીખ
અમેરિકાની મુલાકાતે ગયેલો પાકિસ્તાનનો આર્મી ચીફ મૌલાના અસીમ મુનીરને ટ્રમ્પે ખુલ્લેઆમ મૂર્ખ બનાવ્યો છે. અમેરિકાએ બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કર્યુ તો પાકિસ્તાન તેને પોતાની જીત માની રહ્યુ છે પરંતુ અમેરિકાનો અસલી ઈરાદો કંઈક બીજો જ છે. જેને મુનીર સમજી શક્યો નથી.

અમેરિકાની મુલાકાતે ગયેલો પાકિસ્તાનનો આર્મી ચીફ મૌલાના મુનીરને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાકાયદા મૂર્ખ બનાવ્યો છે. મુનીર એવુ વિચારતો હશે કે ટ્રમ્પે તેની મનની મુરાદ પુરી કરી દીધી. હકીકતમાં, અમેરિકાના વિદેશ મંત્રાલયે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અર્થાત ‘મજીદ બ્રિગેડ’ ને વિદેશી આતંકી સંગઠન ઘોષિત કર્યુ છે. પાકિસ્તાન એવુ માની રહ્યુ છે કે મુનીરે અમેરિકાની ધરતી પર મોટી જીત હાંસિલ કરી લીધી છે. પરંતુ, વાસ્તવિક્તા તો એ છે કે તેની પાછળ અમેરિકાનો ઈરાદો કંઈક ઓર જ છે. જે પાકિસ્તાન સમજી નથી શક્યો. તે ભારત પાસેથી શીખ પણ નથી લઈ શક્યો કે ભારત કઈ રીતે ટ્રમ્પની વાત ન માનીને રશિયા સાથે તેની મિત્રતા યથાવત્ રાખી છે. આવો સમજીએ. ટ્રમ્પ સરકારે શું કહ્યુ કે જેનાથી ખુશ થઈ ગયો મુનીર વાસ્તવમાં પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહી સંગઠન BLA લાંબા સમયથી પાકિસ્તાન માટે માથાનો દુ:ખાવો...
