AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં સશસ્ત્ર લોકોએ ચેક પોસ્ટ પર કર્યો હુમલો, 3 પોલીસ કોન્સ્ટેબલને બનાવ્યા બંધક

આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનાની સાથે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં સુરક્ષા દળોએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમણે બુધવારે મોડી સાંજે પ્રવેશ ચોકી પર રોકાયા વગર અને તેની ઓળખ આપ્યા વિના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો.

પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં સશસ્ત્ર લોકોએ ચેક પોસ્ટ પર કર્યો હુમલો, 3 પોલીસ કોન્સ્ટેબલને બનાવ્યા બંધક
Pakistan
| Updated on: Nov 16, 2023 | 6:13 PM
Share

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યા બાદ સશસ્ત્ર લોકોએ 3 પોલીસ કોન્સ્ટેબલને બંધક બનાવ્યા છે. આ ઘટના બુધવારે તુરબત પોલીસ ચોકી પર બની હતી. આ ઘટનાની જાણકારી અધિકારીઓએ આપી. સશસ્ત્ર લોકોએ 3 કોન્સ્ટેબલોને બંધક બનાવવાની સાથે તેમની પાસેથી સબમશીન ગન અને દારૂગોળો પણ છીનવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અદાજે 6 થી 8 લોકો હથિયારો સાથે આવ્યા અને ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો.

સુરક્ષા દળોએ એક વ્યક્તિની ધરપકડ કરી

જો કે આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનાની સાથે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં સુરક્ષા દળોએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમણે બુધવારે મોડી સાંજે પ્રવેશ ચોકી પર રોકાયા વગર અને તેની ઓળખ આપ્યા વિના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો.

વાહન સાથે કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પ્રવેશ્યો

તેમણે આગળ કહ્યું કે, એસ્સા ખાન તરીકે ઓળખાયેલ શંકાસ્પદ વ્યક્તિએ પ્રવેશ ચોકી પર સુરક્ષા ચેકપોઈન્ટ પર ઓળખ માટે રોકાયા વગર ક્વેટા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સુઝુકી વાન ચલાવી હતી. મેઈન ગેટથી પસાર થયા બાદ સુરક્ષાને હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું અને બાદમાં તેને વાહન સાથે કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાન સમાચાર: ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં ફસાયું પાકિસ્તાન, 70 અબજ ડોલરનું રોકાણ લટક્યું

બલૂચિસ્તાન આતંકવાદી જૂથોથી પ્રભાવિત

અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે આવેલ બલૂચિસ્તાન એ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે અને તે ઘણીવાર તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઈસ્લામિક સ્ટેટ જૂથ સહિતના આતંકવાદી જૂથોથી પ્રભાવિત થતો રહે છે. બલૂચિસ્તાન છેલ્લા બે વર્ષથી પ્રતિબંધિત ધાર્મિક સંગઠનો સાથે સંકળાયેલા આતંકવાદીઓ સાથે અલગતાવાદી જૂથો દ્વારા આતંકવાદી હુમલાઓનું કેન્દ્ર બિંદુ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">