AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Ganga: 5 માર્ચ સુધીમાં 15,000થી વધુ નાગરિકો વતન પરત ફરશે, જાણો સમગ્ર વિગત

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારતે ‘ઓપરેશન ગંગા’ નામનું એક વિશાળ અભિયાન ચલાવ્યું છે.હાલ વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંકલન કરીને ભારતીય નાગરિકોને યુદ્ધના ધોરણે ભારત પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે.

Operation Ganga: 5 માર્ચ સુધીમાં 15,000થી વધુ નાગરિકો વતન પરત ફરશે, જાણો સમગ્ર વિગત
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:44 PM
Share

Operation Ganga: યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને (Indian Civilian) પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચલાવવામાં આવી રહ્યુ છે. યુક્રેનમાં (Ukraine) બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલય (Ministry of external affairs) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય છેલ્લા ઘણા દિવસોથી યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને ઝડપી લેવાના પ્રયાસો કરી રહ્યા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે 21 ફેબ્રુઆરીથી શરૂ થયેલા વિશેષ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં 6,200 વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 2,185 વિદ્યાર્થીઓને આજે વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. વધુમાં મંત્રાલયે જણાવ્યુ છે કે આગામી બે દિવસમાં 7,400થી વધુ ભારતીયોને યુક્રેનના પડોશી દેશોમાંથી વિશેષ ફ્લાઈટ દ્વારા વતન લાવવામાં આવશે.

 વિશેષ વિમાનો દ્વારા નાગરિકોને વતન લાવવાના પ્રયાસ

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય કેરિયર્સ એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ, ઈન્ડિગો, વિસ્તારા અને ગોફર્સ્ટ શુક્રવારે કુલ 17 ફ્લાઈટ્સ ઓપરેટ કરે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે રશિયા દ્વારા સૈન્ય હુમલાને કારણે 24 ફેબ્રુઆરીથી યુક્રેનમાં તેની એરસ્પેસ બંધ થવાને કારણે ભારત તેના નાગરિકોને યુદ્ધગ્રસ્ત દેશના પાડોશી દેશો જેમ કે રોમાનિયા, હંગેરી અને પોલેન્ડથી વિશેષ વિમાનો દ્વારા બહાર કાઢી રહ્યું છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે નાગરિકોને લાવવા માટે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે અને આગામી બે દિવસમાં 7,400થી વધુ લોકો વિશેષ ફ્લાઈટ્સ દ્વારા લાવવામાં આવશે. સાથે જ કહેવામાં આવ્યું છે કે શુક્રવારે 3,500 લોકોને અને શનિવારે 3,900થી વધુ લોકોને ભારત પરત લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ‘ઓપરેશન ગંગા’ હેઠળ ચાર કેન્દ્રીય મંત્રીઓ- હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ ભારતીય વિદ્યાર્થીઓને લાવવા યુક્રેનના પાડોશી દેશોમાં પહોંચ્યા છે.

યુક્રેન પર હુમલા વધુ તીવ્ર

રશિયાએ યુક્રેન પર હુમલો તેજ કર્યા છે. આ હુમલા બાદ મોદી સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું અભિયાન પણ તેજ કરી દીધું છે.  આ દરમિયાન યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે રશિયન સેના ખાર્કિવ શહેરમાં પહોંચી ગઈ છે. આખી દુનિયા રશિયા પર યુદ્ધ ખતમ કરવા માટે સતત દબાણ કરી રહી છે. ઘણા દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા છે. પરંતુ રશિયા તેને સ્વીકારવા તૈયાર નથી.

આ પણ વાંચો : Russia-Ukraine War : યુદ્ધમાં રશિયાના મેજર જનરલનું મોત, પુતિનની સેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">