NIA IN ACTION : વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની સમર્થકો પર NIAની કાર્યવાહી, ઈન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી

NIAની વિનંતીના આધારે ગયા મહિેને યુએસમા સ્થાયી હરજોત સિંહ સામે "બ્લુ નોટિસ" જાહેર કરવામાં આવી હતી. આ નોટિસ ગુનાના સંબંધમાં વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા પ્રવૃત્તિઓ અંગે વધારાની માહિતી એકઠી કરવા માટે જાહેર કરવામાં આવે છે.

NIA IN ACTION : વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની સમર્થકો પર NIAની કાર્યવાહી, ઈન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી
NIA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 2:57 PM

NIA દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ અમેરીકામાં બેઠેલ હરજોત સિંહની વિરુદ્ધમાં બ્લુ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત વિદેશમાં રહેતા ખાલિસ્તાન સમર્થકોની ગતિવિધિઓ પર NIA દ્વાર નજર રાખવામાં આવી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ યુએસ (USA), ગ્રીસ અને ફિલિપાઈન્સમાં ઘણા લોકોની સામે ઈન્ટરપોલ અને લુક આઉટ સર્ક્યુલર દ્વારા બ્લુ નોટિસ જાહેર કરવામાં આવી છે. વિદેશમાં રહેતા કાર્યરત ગેંગસ્ટરો અને ખાલિસ્તાની સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાના આરોપો છે.

આ અંગેની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું કે NIAની વિનંતીના આધારે ગયા મહિેને યુએસમા સ્થાયી હરજોત સિંહ સામે “બ્લુ નોટિસ” જાહેર કરવામાં આવી હતી. આ નોટિસ ગુનાના સંબંધમાં વ્યક્તિની ઓળખ, સ્થાન અથવા પ્રવૃત્તિઓ અંગે વધારાની માહિતી એકઠી કરવા માટે જાહેર કરવામાં આવે છે.

દિલ્હીની કોર્ટે 4 લોકોની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું

તપાસ એજન્સી NIA દ્વારા ગયા મહિને ગ્રીસમાં વિદેશમાં બેઠેલા ગેંગસ્ટરો પર NIAનો દંડ છુપાયેલ સતનામ સિંહ ઉર્ફે સટ્ટા અને ફિલિપાઈન્સમાં કાર્યરત અમરિક સિંહ અને મનદીપ સિંહની વિરુદ્ધમાં એલઓસી જાહેર કરવામાં આવ્યા હતા. દિલ્હીની એક કોર્ટે 24 એપ્રિલે 4 લોકોની સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) પણ જાહેર કર્યું હતું.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

બ્લુ નોટિસ અને LOC કેમ મહત્વનું છે ?

એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે બ્લુ નોટિસ શંકાસ્પદ વ્યક્તિને શોધવામાં મદદ કરશે, જ્યારે એલઓસી નક્કી કરશે ત્યારે આરોપીઓને ભારતીય એરપોર્ટ અથવા બંદરો પર પકડવામાં આવે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સતનામ સિંહ જગદીપ સિંહ ઉર્ફે જગ્ગુ ભગવાનપુરિયા ગેંગનો સભ્ય છે જ્યારે અન્ય ખાલિસ્તાની આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે જેઓ વિદેશની ધરતીથી સક્રિય છે.

આતંકવાદી હુમલા સંબંધિત કેસ

આ કેસમાં ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF), બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ISYF) સહિત ખાલિસ્તાની સંગઠનોની સાંઠગાંઠ અને ઉત્તર ભારત સ્થિત કેટલાક ગુંડાઓ અને આતંકવાદી હુમલાઓમાં તેમની ભૂમિકા સાથે સંબંધિત છે.

આ પણ વાંચો : Jinnah House Fire: ઇમરાનની આગમાં રાખ થયું જિન્નાના સ્વપ્નનું ઘર, બધું બળીને ખાક

બ્લુ કોર્નર અને રેડ કોર્નર નોટિસ વચ્ચે શું છે તફાવત ?

બ્લુ કોર્નર નોટિસ: બ્લુ કોર્નર નોટિસ એ એક તપાસ માટેની નોટિસ છે જેમાં ગુમ થયેલ વ્યક્તિને શંકાસ્પદ વ્યક્તિને શોધવા માટે અને તેની માહિતી મેળવવા માટે જાહેર કરવામાં આવે છે. બ્લુ કોર્નર નોટિસમાં આરોપી જે દેશનો છે તે દેશને નોટિસ આપવામાં આવે છે. જેમાં સભ્ય દેશોને આરોપીનું ઠેકાણું આપવું ફરજીયાત બને છે. ઇન્ટરપોલ એક સમયે એક કરતાં વધુ વ્યક્તિઓ સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી શકે છે.

રેડ કોર્નર નોટિસ: પ્રત્યાર્પણના ઈરાદા સાથે વોન્ટેડ ગુનેગારોની ધરપકડ અથવા કામચલાઉ ધરપકડ કરવા માટે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે. રેડ કોર્નર નોટિસ એ ફોજદારી કેસમાં દોષિત જાહેર કરવામાં આવેલ વ્યક્તિને શોધવા માટેની વિનંતી છે. ઈન્ટરપોલ કોઈપણ સભ્ય દેશ પર રેડ કોર્નર નોટિસ પાઠવવામાં આવેલી વ્યક્તિની ધરપકડ કરવા માટે દબાણ કરી શકતી નથી. આ નોટિસ ઇન્ટરપોલની ચાર સત્તાવાર ભાષાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, અરબી અને સ્પેનિશમાં જાહેર કરવામાં આવતી હોય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">