UKમાં સોમવારથી લાગુ થઈ રહ્યા છે મુસાફરી માટે નવા નિયમો, જાણો ભારતીયો પ્રવાસીઓ માટે શું બદલાયુ

TV9 GUJARATI

|

Updated on: Oct 10, 2021 | 11:47 PM

જો તમે સંપુર્ણ વેક્સીનેટેડ છો તો યુકેની યાત્રા કરતા પહેલા તમારે એક દિવસમાં 2 કોવિડ -19 ટેસ્ટ માટે બુકિંગ અને પેમેન્ટ કરવાનું રહેશે. જે તમારા પહોંચ્યા બાદ કરવામાં આવશે. મુસાફરોએ ઈંગ્લેન્ડ પહોંચતા પહેલા 48 કલાક પહેલા પેસેન્જર લોકેટર ફોર્મ પણ ભરવાનું રહેશે.

UKમાં સોમવારથી લાગુ થઈ રહ્યા છે મુસાફરી માટે નવા નિયમો, જાણો ભારતીયો પ્રવાસીઓ માટે શું બદલાયુ
યુકે ટ્રાવેલ પ્રતિબંધોને ઢીલ મુકી (પ્રતીકાત્મક તસવીર)

યુનાઈટેડ કિંગડમ (UK) 11 ઓક્ટોબરથી તેના ટ્રાવેલીંગ પરના પ્રતિબંધોને હળવા કરી રહ્યું છે, જેનાથી ઘણા દેશોના પ્રવાસીઓને યુકેમાં પ્રવેશવાની મંજૂરી મળશે. ભારતીયોને પહેલેથી જ યુકેની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 11 ઓક્ટોબરથી જે ફેરફાર કરવામાં આવી રહ્યો છે તે એ છે કે જે લોકોને કોરોના રસી કોવિશિલ્ડના (Covishield) બંને ડોઝ લાગી ચુક્યા છે તેમને યુકેમાં 10 દિવસના ક્વોરંટીનમાંથી (Quarantine) પસાર નહી થવું પડે.

જો તમે સંપુર્ણ વેક્સીનેટેડ છો તો યુકેની યાત્રા કરતા પહેલા તમારે એક દિવસમાં 2 કોવિડ -19 ટેસ્ટ માટે બુકિંગ અને પેમેન્ટ કરવાનું રહેશે. જે તમારા પહોંચ્યા બાદ કરવામાં આવશે. મુસાફરોએ ઈંગ્લેન્ડ પહોંચતા પહેલા 48 કલાક પહેલા પેસેન્જર લોકેટર ફોર્મ પણ ભરવાનું રહેશે.

જો તમને ઈંગ્લેન્ડ પહોંચ્યાના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા રસીનો બીજો ડોઝ મળ્યો હોય તો તમને સંપૂર્ણ વેક્સીનેટેડ માનવામાં આવશે. સરકારી સલાહમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસે તમે તમારો છેલ્લો ડોઝ લીધો હતો, તે દિવસને 14 દિવસમાં ગણતરીમાં લેવામાં આવશે નહીં.

યુકે સરકારે કોવિશિલ્ડ અને ભારતની રસીના પ્રમાણપત્રને સ્વીકૃતિ આપી છે. યુકેની એડવાઈઝરી જણાવે છે કે ભારતને એવા દેશો અને પ્રદેશોની યાદીમાં ઉમેરવામાં આવશે જેની પાસે રસીકરણના સ્વીકૃત પ્રમાણ છે. 11 ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ આવતા પ્રવાસીઓએ રસીકરણની સ્થિતિ સાબિત કરવા માટે રસીનું પ્રમાણપત્ર બતાવવું પડશે. જો તમે આ તારીખ પહેલા ઈંગ્લેન્ડ પહોંચો છો તો તમારે એવા લોકો માટે બનાવેલા નિયમોનું પાલન કરવું પડશે જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી નથી.

યુકેના રેડ લીસ્ટમાં હજુ પણ 7 દેશો સામેલ

મુસાફરીના નિયમોમાં નવા સુધારામાં યુકેના રેડ લીસ્ટમાં હવે માત્ર સાત દેશો બચ્યા છે, જેનો અર્થ છે કે આ દેશોના લોકો યુકેની મુસાફરી કરી શકતા નથી. આ દેશોના નામ પનામા, કોલંબિયા, વેનેઝુએલા, પેરુ, એક્વાડોર, હૈતી અને ડોમિનિકન રિપબ્લિક છે.

11 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યાથી બ્રાઝીલ, ઘાના, હોંગકોંગ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને તુર્કી સહિત વધુ 37 દેશો અને પ્રદેશોમાં રસી મેળવનાર પ્રવાસીઓને યુકેના રહેવાસીની જેમ જ વેક્સીનેટેડ માનવામાં આવશે. પરંતુ તેમા શરત એ છે કે તેઓએ ઈંગ્લેન્ડ પહોંચ્યાના 10 દિવસ પહેલા ‘રેડલિસ્ટ’ દેશો અથવા પ્રદેશોની મુસાફરી ન કરેલી હોવી જોઈએ. સરકારનું કહેવું છે કે આ અપડેટ કરેલી એડવાઈઝરીથી વિદેશ પ્રવાસ સરળ બનશે. વેપાર, પર્યટનને પ્રોત્સાહન મળશે, પરિવાર અને મિત્રો ફરી મળી શકશે.

આ પણ વાંચો :  પીએમ મોદી સોમવારે ‘ઇન્ડિયન સ્પેસ એસોસિએશન’ કરશે લોન્ચ, સંસ્થામાં ઘણી મોટી કંપનીઓ છે સામેલ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati