પીએમ મોદી સોમવારે ‘ઇન્ડિયન સ્પેસ એસોસિએશન’ કરશે લોન્ચ, સંસ્થામાં ઘણી મોટી કંપનીઓ છે સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોન્ચિંગ કરશે.

પીએમ મોદી સોમવારે 'ઇન્ડિયન સ્પેસ એસોસિએશન' કરશે લોન્ચ, સંસ્થામાં ઘણી મોટી કંપનીઓ છે સામેલ
PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોન્ચિંગ કરશે. આ પ્રસંગે તે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, ભારતીય અવકાશ સંગઠન અવકાશ અને ઉપગ્રહ કંપનીઓની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે, જે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની આકાંક્ષા રાખે છે.

પીએમ મોદીએ રવિવારે ટ્વિટર પર લખ્યું હતું કે, “આવતીકાલે (11 ઓક્ટોબરે) સવારે 11 વાગ્યે હું ઇન્ડિયન સ્પેસ એસોસિએશન લોન્ચ કરવાના કાર્યક્રમમાં સામેલ થઈશ. આ ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરવાની તક મળતા મને આનંદ થયો છે. અવકાશ અને ઈનોવેશનની દુનિયામાં રસ ધરાવતા લોકોએ આવતીકાલનો કાર્યક્રમ અવશ્ય જોવો જોઈએ.”

વડાપ્રધાન કાર્યાલય દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ISPA સંબંધિત નીતિઓની હિમાયત કરશે અને સરકાર અને તેની એજન્સીઓ સહિત ભારતીય અંતરિક્ષ ક્ષેત્રના તમામ હિસ્સેદારો સાથે તેની જોડાણની ખાતરી કરશે. પીએમઓના જણાવ્યા અનુસાર, ‘આત્મનિર્ભર ભારત’ ના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને રેખાંકિત કરીને, ISPA ભારતને આત્મનિર્ભર, તકનીકી રીતે અદ્યતન અને અંતરિક્ષ ક્ષેત્રે અગ્રણી દેશ બનાવવામાં મદદ કરશે.

જયંત પાટીલ ISPA ના પ્રથમ પ્રમુખ છે

ISpAને અગ્રણી સ્થાનિક તેમજ વૈશ્વિક કંપનીઓ દ્વારા અવકાશ અને ઉપગ્રહ તકનીકોમાં અદ્યતન ક્ષમતાઓ સાથે રજૂ કરવામાં આવે છે. ISPAના સ્થાપક સભ્યોમાં લાર્સન એન્ડ ટુબ્રો, નેલ્કો (ટાટા ગ્રુપ), વનવેબ, ભારતી એરટેલ, મેપમીઇન્ડિયા, વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ અને અનંત ટેક્નોલોજી લિમિટેડનો સમાવેશ થાય છે. અન્ય અગ્રણી સભ્યોમાં ગોદરેજ, હ્યુજીસ ઇન્ડિયા, એઝીસ્ટા-બીએસટી એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, બીઇએલ, સેન્ટમ ઇલેક્ટ્રોનિક્સ, મેક્સર ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

ઇસ્પાના મહાનિર્દેશક એ.કે. ભટ્ટે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રીના લોન્ચ સમારોહમાં હાજરી આપીને અને ભારતના અંતરિક્ષ ઉદ્યોગને વિકસાવવા અને આપણા દેશને અંતરિક્ષ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવવા માટે તેમની દ્રષ્ટિને આગળ ધપાવીને અમે ખરેખર સન્માનિત અનુભવી રહ્યા છીએ.”

એલ એન્ડ ટી-નેક્સ્ટ સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (ડિફેન્સ) જયંત પાટીલને આઇએસપીએના પ્રથમ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ભારતી એરટેલના ચીફ રેગ્યુલેટરી ઓફિસર રાહુલ વત્સને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: NIA એ જમ્મુ -કાશ્મીરમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા, મામલો યુવાનોને ઉશ્કેરનારા ‘વોઈસ ઓફ હિન્દ’ મેગેઝિન સાથે સંબંધિત

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati