કેનેડામાં અઠવાડિયામાં ફક્ત આટલી વાર જ પી શકાશે દારૂ ! નવા નિયમો થઈ શકે અમલી

કેનેડાના નિષ્ણાતો કહે છે કે નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અઠવાડિયામાં ત્રણથી 6 વખત દારૂ પીવાથી પુરુષો અને સ્ત્રીઓ માટે મધ્યમ જોખમ ગણવું જોઈએ. જો કે, અઠવાડિયામાં સાત કે તેથી વધુ વખત ડ્રિક્સને મોટું જોખમ ગણવામાં આવે છે.

કેનેડામાં અઠવાડિયામાં ફક્ત આટલી વાર જ પી શકાશે દારૂ ! નવા નિયમો થઈ શકે અમલી
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 9:18 AM

કેનેડામાં દરરોજ દારૂ પીનારાઓ પર પ્રતિબંધ લાગી શકે છે, કેનેડામાં નવી દારૂ (આલ્કોહોલ) પિવા માટે નવી ગાઈડલાઈન માટે રજૂઆત કરવામાં આવી છે, જેમાં અઠવાડિયામાં માત્ર બે વાર દારૂનું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે. આ ગાઈડલાઈનને કારણે વિવાદ થઈ શકે છે. એવું કહેવાય છે કે કેનેડામાં મોટાભાગના લોકો નિયમિતપણે (દરરોજ) દારૂનું સેવન કરે છે.

કેનેડિયન સેન્ટર ઓન સબસ્ટન્સ યુઝ એન્ડ એડિક્શન (CCSA)એ આ અઠવાડિયે આલ્કોહોલના પીવાની માત્રામાં ઘટાડો કરવાની અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે મધ્યમ પીવાથી કેન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક સહિત ઘણા ગંભીર સ્વાસ્થ્ય જોખમો છે. હેલ્થ કેનેડાની નવી ગાઈડલાઈન 2011માં રજૂ કરાયેલી ભલામણોમાંથી મોટો ફેરફાર છે. અગાઉની ભલામણો કહ્યું હતું કે, સ્ત્રીઓ અઠવાડિયામાં 10 અને પુરુષો અઠવાડિયામાં 15 ડ્રિંક્સ પી શકે છે.

આ પણ વાંચો: સાઉદી અરેબિયાએ કરી જાહેરાત, ભારતને થશે મોટો ફાયદો!

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

દરરોજ દારૂનું સેવન કરનારા માટે વિચારવું જરૂરી

જેમણે ગાઈડલાઈન બનાવી તે સાસ્કાચેવન યુનિવર્સિટીના ફેમિલી મેડિસિનનાં પ્રોફેસર પીટર બટ્ટે જણાવ્યું હતું કે, અમે ફક્ત કેનેડાના લોકો સામે પુરાવા રજૂ કરવા માગીએ છીએ, જેથી તેઓ ડ્રિંક્સ અંગે વિચારણા કરી શકે અને નિર્ણય લઈ શકે. તે મૂળભૂત રીતે જાણવાના અધિકાર પર આધારિત છે. CCSA એ જાણકારી આપી છે કે, સ્ટેંડર્ડ ડ્રિક્સ વિશે વાત કરીએ તો, 355ml બીયરમાં 5 ટકા આલ્કોહોલ હોવો જોઈએ, જ્યારે 148ml વાઈનમાં 12 ટકા આલ્કોહોલ હોવો જોઈએ. આ સિવાય શોટ ગ્લાસમાં 40 ટકા સ્પિરિટ હોવી જોઈએ.

આલ્કોહોલનું વધુ પડતું સેવનથી સ્તન કેન્સરનું વધ્યું જોખમ

કેનેડાના નિષ્ણાતો કહે છે કે નવા સંશોધન જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં ત્રણથી છ ડ્રિંક્સ પુરુષો અને સ્ત્રીઓ માટે મધ્યમ જોખમ ગણવા જોઈએ. જો કે, અઠવાડિયામાં સાત કે તેથી વધુ ડ્રિક્સને મોટા ખતરા તરીકે ગણવામાં આવે છે. CCSAએ અહેવાલ આપ્યો છે કે આલ્કોહોલનું ભારે સેવન કોલોન અને સ્તન કેન્સર તેમજ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. આ સિવાય દારૂ પીવાના નકારાત્મક પરિણામોના રૂપમાં હિંસા પણ વધે છે. બટ્ટે કહ્યું, આ ગાઈડલાઈન પ્રતિબંધ વિશે નથી. તે માત્ર એક ડ્રિક્સની માત્રા ઘટાડવા વિશે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">