AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેપાળમાં ભયાનક અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ રસ્તા પરથી સરકીને નદીમાં પડી, 32 લોકોના મોત

નેપાળમાં ભયંકર બસ અકસ્માત સર્જાયો છે. બસ અકસ્માતમાં ઘાયલોને કોહલપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે.

નેપાળમાં  ભયાનક અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ રસ્તા પરથી સરકીને નદીમાં પડી, 32 લોકોના મોત
Nepal road accident: 32 people killed several injured in bus accident in Nepal Gamgadhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 9:40 PM
Share

નેપાળના મુગુ જિલ્લામાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Nepal Bus Accident) થયો હતો. મુગુ જિલ્લાથી ગમગઢી જતી પેસેન્જર બસ રસ્તા પરથી લપસી ગઈ અને 300 મીટર નીચે નદીમાં પડી ગઈ. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ માર્ગ અકસ્માતમાં 32 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ખાનગી વેબસાઇટના અહેવાલ મુજબ, નેપાળગંજથી (Nepalgunj) ગમગઢી જતી વખતે બસ છાયાનાથ રારા નગરપાલિકામાં પીના ઝ્યારી નદીમાં (Pina Jhyari river) પડી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘અકસ્માતમાં તાજેતરનો મૃત્યુઆંક 32 છે. ઘાયલોની સંખ્યાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. આ કારણે ઘાયલોની સંખ્યા વધી રહી છે. રાહત કાર્ય માટે નેપાળ આર્મીનું હેલિકોપ્ટર સુરખેતથી રવાના કરવામાં આવ્યું છે. મુગુ કાઠમંડુથી 650 કિમી ઉત્તર-પશ્ચિમ સ્થિત રારા તળાવ માટે પ્રખ્યાત છે. તેના કારણે પ્રવાસીઓ પણ અહીં આવતા રહે છે.

ઇજાગ્રસ્તોને કોહલપુર મેડિકલ કોલેજમાં દાખલ કરાયા

નેપાળગંજ એરપોર્ટ સિક્યોરિટી ગાર્ડના ઇન્ચાર્જ સંતોષ શાહે જણાવ્યું કે 10 લોકોને માથામાં ગંભીર ઇજાઓ થઇ છે. આ લોકોને કોહલપુર મેડિકલ કોલેજ અને અન્ય પાંચ લોકોને સારવાર માટે નેપાળગંજના નર્સિંગ હોમમાં મોકલવામાં આવ્યા હતા. અગાઉ, સોમવારે, નેપલના કાસ્કી જિલ્લામાં એક ઊંચા ટ્રેકિંગ સ્પોટ પરથી 100 મીટર નીચે પડતા જીપમાં બેઠેલા આઠ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.

ટેકરીથી 100 મીટર નીચે પડી ગયું વાહન

જીપ રાજધાની કાઠમંડુથી 200 કિલોમીટર પશ્ચિમમાં પોખરા નગરથી ઉંધ્રુક સુધી 40 કિલોમીટર લાંબી મુસાફરી પૂર્ણ કરવા જઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો, જ્યારે કાલાભીર વિસ્તારમાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને વાહન ટેકરી પરથી 100 મીટર નીચે પડી ગયું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Drugs Case માં તહેલકો મચાવનાર સમીર વાનખેડેના માથા પર છે આ ખાસ વ્યક્તિનો હાથ,પત્ની ક્રાંતિએ કર્યો ખુલાસો

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 ઓક્ટોબરે NFSUના ગોવા કેમ્પસનો શિલાન્યાસ કરશે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">