Nairobi News : નૈરોબીમાં એક વ્યક્તિને ગોળી માર્યા બાદ પોલીસે પોતાની જાતને ઉતાર્યો મોતને ઘાટ, જાણો સમગ્ર ઘટના
Nairobi ના ઉટાવાલાના એરવેમાં એક નાગરિકને ગોળી માર્યા બાદ પોલીસ અધિકારીએ પોતાની જાતને ગોળી મારી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. પોતાને ગોળી માર્યા પછી પોલીસ અધિકારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
Nairobi News : નૈરોબીમાં ઉટાવાલાના એરવેમાં એક નાગરિકને ગોળી માર્યા બાદ એક પોલીસ અધિકારીએ પોતાની જાતને ગોળી મારી દીધી. એઝરા ઓમા તરીકે ઓળખાતા અધિકારીએ ઘટના પહેલા તેના સ્ટેશન કમાન્ડરને ફોન કર્યો હતો અને ઘટના પહેલા પોતાને મારી નાખવાની વાત કરી હતી. જે બાદ આ સમગ્ર ઘટના બની છે. પોલીસ અધિકારીએ કરેલા ફોનને લઈ કમાન્ડર તેના ઘરે દોડી ગયો અને તેને જાણવા મળ્યું કે પડોશીઓ તેને ઘાયલ અવસ્થામાં આધુનિક કોમરોક હોસ્પિટલમાં લઈ ગયા છે.
પોલીસના અહેવાલ મુજબ, પોતાને ગોળી માર્યા પછી પોલીસ અધિકારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. રુઈ અને કાયોલે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ એ પણ સ્થાપિત કર્યું કે ઓમાએ 35 વર્ષીય વ્યક્તિ ફિલિપ મુહાવી અયિકાને ડાબા પગ પર ગોળી મારી હતી.
ઘટનાસ્થળેથી 12 રાઉન્ડ ફાયર કરેલી ગોળી અને એક ખાલી કારતૂસ સાથેની બેરેટા પિસ્તોલ મળી આવી હતી. ઘટના અકયા કર્ણ સર બની તેને લઈને હજુ કારણ જાણી શકાયો નથી અને કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. અધિકારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેન્યાટ્ટા યુનિવર્સિટીના શબઘરમાં લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Chicago News: ડોરોથી હોફનરે 104 વર્ષની વયે સ્કાયડાઈવિંગ કરનાર સૌથી વૃદ્ધ મહિલા બન્યા, Video જોઈ તમે પણ રહી જશો દંગ
ગોળીબારની ઘટના બાદ નાગરિકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અથી રિવર ઈસ્ટના ડિરેક્ટોરેટ ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન (DCI) અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો