પાકિસ્તાન બાદ હવે આ મુસ્લિમ દેશ પર તોડાયું આર્થિક સંકટ, બે ટાઈમનું ભોજન મળવું પણ મુશ્કેલ બન્યું

|

Jan 17, 2023 | 1:45 PM

પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મોટા સુપરમાર્કેટમાં રેશનિંગ સાઈન બોર્ડ ગ્રાહકોને ચેતવણી આપી રહ્યા છે કે તેઓ માત્ર ત્રણ થેલી ચોખા, બે બોટલ દૂધ અને એક બોટલ તેલ ખરીદી શકે છે.

પાકિસ્તાન બાદ હવે આ મુસ્લિમ દેશ પર તોડાયું આર્થિક સંકટ, બે ટાઈમનું ભોજન મળવું પણ મુશ્કેલ બન્યું
Financial Crisis

Follow us on

પાકિસ્તાન બાદ હવે બીજા એક દેશ ઈજીપ્તની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે ગરીબોને બે ટાઈમનું અનાજ ખરીદવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ખાદ્ય આયાત પર નિર્ભર આ દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીએ લગભગ 10 કરોડ લોકોને આર્થિક સંકટમાં મૂકી દીધા છે. ન્યૂઝ વેબસાઈટ બિઝનેસ રેકોર્ડર અનુસાર, સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મોટા સુપર માર્કેટમાં રેશનિંગ સાઈન બોર્ડ ગ્રાહકોને ચેતવણી આપી રહ્યા છે કે તેઓ માત્ર ત્રણ થેલી ચોખા, બે બોટલ દૂધ અને એક બોટલ તેલ ખરીદી શકે છે.

ખાદ્ય ચીજોના ભાવમાં ધરખમ વધારો

કાહિરાની એક બેકરીમાં 34 વર્ષીય રીહૈબે કહ્યું હતુ કે, હું જે બ્રેડ એક ઇજિપ્તીયન પાઉન્ડમાં ખરીદતી હતી તે હવે ત્રણ ઇજિપ્તીયન પાઉન્ડમાં ખરીદવી પડી રહી છે. તેણીએ કહ્યું, મારા પતિ મહિનામાં 6,000 (ઇજિપ્તીયન) પાઉન્ડ કમાય છે. જે આખો મહિનો ચાલતો હતો. પરંતુ હવે તે માત્ર 10 દિવસમાં સમાપ્ત થઈ જાય છે.

રેડાના એક 55 વર્ષીય સિવિલ સર્વન્ટ અને હોસ્પિટલના ચોકીદાર કે જેઓ તેના 13 વર્ષથી પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે, તેમણે કહ્યું કે ફ્રોઝન મીટની કિંમત બમણીથી વધુ થઈ ગઈ છે અને હવે બે પગાર સાથે પણ ખાદ્ય ચીજો ખરીદવી મુશ્કેલ પડી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો: પાકિસ્તાનની બધી ટણી ઉતારી નાખી, કટોરો લઈને ભીખ માંગવા મજબૂર કર્યુ- જુઓ પીએમ મોદીનો જૂનો viral થઈ રહેલો video

રશિયા યુક્રેન યુદ્ધથી અર્થવ્યવસ્થાને ફટકો

ગયા ફેબ્રુઆરી મહિનામાં યુક્રેન પર રશિયાના આક્રમણથી ઇજિપ્તની અર્થવ્યવસ્થાને ભારે ફટકો પડ્યો હતો, જેણે વૈશ્વિક રોકાણકારોને અસ્થિર કર્યા હતા અને તેમને ઉત્તર આફ્રિકન દેશમાંથી મોટા રોકાણો ખેંચવા માટે પ્રેરિત કર્યા હતા. યુદ્ધના કારણે ઘઉંના ભાવમાં તીવ્ર વધારો થયો, ઇજિપ્તને ભારે અસર થઈ, જે વિશ્વના સૌથી મોટા અનાજ આયાતકારોમાંના એક છે અને તેના વિદેશી હૂંડિયામણના ભંડાર પર દબાણ લાવી રહ્યું છે. નવેમ્બરમાં સત્તાવાર ફુગાવો 18 ટકા સુધી પહોંચવાની સાથે વૈશ્વિક ઊર્જાના ભાવમાં વધારો થવાને કારણે ખર્ચમાં વધુ વધારો થયો છે.

સરકારની વિચિત્ર સલાહ પર લોકો ભડક્યા

આ મુશ્કેલ સમયમાં ઈજીપ્તની સરકારી એજન્સીએ જનતાને એવી સલાહ આપી છે કે લોકો ગુસ્સે થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર સરકારની આકરી ટીકા કરી રહ્યા છે. ઇજિપ્તની સરકારી એજન્સીએ ખાદ્યચીજોના વિકલ્પમાં સસ્તા પ્રોટીન સ્ત્રોતની જેવાકે ચીકન ફીટ ખાવાની સલાહ આપી તેમજ એમ પણ કહ્યું કે સસ્તા ચીકન ફીટ શરીર અને બજેટ બન્ને માટે સારા છે. ત્યારે આ મુદ્દે લોકો ભડક્યા છે અને સરકારી એજન્સીનો વિરોધ કરી રહ્યાં છે.

Published On - 1:39 pm, Tue, 17 January 23

Next Article