AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેનની સરહદ પર મોર્ટારનો મારો, ઝપેટમાં આવેલા ગૃહમંત્રી અને સૈન્ય અધિકારીઓએ, આશ્રયસ્થાનમાં છુપાઈને બચાવ્યો જીવ

Russia-Ukraine Tensions: યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પર આરોપ લગાવ્યો છે કે તેમના કારણે આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે.

યુક્રેનની સરહદ પર મોર્ટારનો મારો, ઝપેટમાં આવેલા ગૃહમંત્રી અને સૈન્ય અધિકારીઓએ, આશ્રયસ્થાનમાં છુપાઈને બચાવ્યો જીવ
Denys Monastyrskiy, Ukraine's Interior Minister
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 7:10 AM
Share

પૂર્વી યુક્રેનમાં (Ukraine) સંઘર્ષવાળા વિસ્ચારના પ્રવાસ દરમિયાન, ટોચના યુક્રેનિયન સૈન્ય અધિકારીઓને નિશાન બનાવીને તોપમારો થયો હતો. એક ડઝન જેટલા મોર્ટાર શેલ યુક્રેનના ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરસ્કીથી (Denys Monastyrskiy) થોડાક અંતરે દૂર પડ્યા હતા. આ દરમિયાન મંત્રી ફ્રન્ટલાઈન પર પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. મોર્ટારના હુમલાથી બચવા મંત્રીને આશ્રય લેવાની ફરજ પડી હતી.

આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થવાના સમાચાર નથી. હકીકતમાં, જ્યારે હુમલો થયો ત્યારે મિનિસ્ટર મોનાસ્ટીરસ્કી રશિયન વિદ્રોહીઓ અને યુક્રેનિયન સેનાને અલગ કરતી લાઇનની નજીક ઉભા રહીને આંતરરાષ્ટ્રીય મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા.

મોર્ટાર હુમલા બાદ પત્રકારો અને અધિકારીઓએ તરત જ ઘટનાસ્થળને ખાલી કર્યુ હતું અને સલામત સ્થળે ખસી ગયા હતા. તાજેતરના દિવસોમાં સરકાર અને અલગતાવાદી દળોએ એકબીજા પર સંઘર્ષ વધારવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેને શુક્રવારે વધુ એક સૈનિકના મોતની જાણ કરી હતી. આ દરમિયાન છેલ્લા બે મહિનામાં આ ચોથા સૈનિકનું મોત છે. રશિયન સરહદ પરના લુગાન્સ્ક અને ડોનેત્સ્ક જિલ્લાઓના ભાગો પર કબજો કરી રહેલા રશિયન સમર્થિત બળવાખોરોએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેમને ભગાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.

વ્લાદિમીર પુતિન પર ઉશ્કેરણીજનક પગલાં લેવાનો આરોપ

જોકે, યુક્રેનનું કહેવું છે કે તેનો આમ કરવાનો કોઈ ઈરાદો નથી. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પર આરોપ લગાવ્યો છે કે તેમના કારણે જ આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. યુક્રેને કહ્યું કે પુતિન જાણી જોઈને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યા છે, જેથી તેમના દ્વારા યુક્રેન પર હુમલો કરવાનું બહાનું મળે. અમેરિકા પહેલા જ કહી ચૂક્યું છે કે રશિયા, યુક્રેન પર હુમલો કરવા માટે આવું કરી શકે છે. આવી સ્થિતિમાં યુક્રેનને સાવધાન રહેવું પડશે. જો કે, રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનો સતત ઇનકાર કર્યો છે. પરંતુ સરહદ પર તૈનાત સૈનિકોની સંખ્યાને કારણે કોઈને રશિયાની વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો.

આ પણ વાંચોઃ

Russia-Ukraine: યુક્રેન સંકટ પર વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, રાજદ્વારી એકમાત્ર વિકલ્પ છે, બંને દેશોએ અપનાવવી પડશે સમાધાનની પદ્ધતિઓ

Ukraine Russia Conflict: યુક્રેનમાં રશિયન સૈનિકોનો આતંક, આ શહેરને નુકસાન પહોંચાડ્યું, લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">