Israel Hamas War: દિલ્હીથી ચોરાયેલું નાણું પહોંચ્યું હમાસના આતંકવાદીઓ સુધી, ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે મોટો ઘટસ્ફોટ
Israel Hamas War : ઇઝરાયેલ પર હમાસના આતંકવાદીઓના હુમલા વચ્ચે દિલ્હીમાં એક મોટો ખુલાસો થયો છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે દિલ્હીમાંથી ચોરેલા પૈસા હમાસના આતંકવાદીઓને પહોંચાડવામાં આવ્યા છે.
ઈઝરાયેલ પર હમાસના આતંકવાદીઓના હુમલા વચ્ચે દિલ્હીમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હીમાંથી ચોરેલા પૈસા હમાસના આતંકવાદીઓને પહોંચાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ચોરી 2022માં થઈ હતી, જેની કડીઓ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ સાથે જોડાયેલી હોવાનું જાણવા મળે છે. આ હકીકત એવા સમયે સામે આવી છે. અત્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલે કહ્યું છે કે હમાસ ક્રિપ્ટોકરન્સી દ્વારા ફંડની માંગ કરી રહ્યું છે.
આ પણ વાંચો : Israel-Hamas War: હમાસ સાથેના યુદ્ધના કારણે ઈઝરાયેલની કરન્સીમાં કડાકો! 7 વર્ષમાં શેકેલનો ભાવ સૌથી નીચલા સ્તરે
કોર્ટના આદેશ બાદ પોલીસે કેસ નોંધ્યો
એક વર્ષ પહેલા દિલ્હીના એક વ્યક્તિના વોલેટમાંથી ક્રિપ્ટોકરન્સીની ચોરીના કેસમાં તપાસ કરતા આ વાત જાણવા મળી છે. આ ચોરાયેલા પૈસા હમાસના આતંકવાદીઓને પહોંચાડવામાં આવ્યા હતા. આ ખુલાસો ત્યારે થયો છે જ્યારે હમાસ દ્વારા ક્રિપ્ટોકરન્સી દ્વારા ભંડોળ એકત્ર કરવાના ન્યૂઝ સામે આવ્યા છે.
પોલીસે નોંધેલી ફરિયાદ પ્રમાણે એક ખાતામાંથી 30 લાખની કિંમતના બિટકોઈન, ઈથેરિયમ અને બિટકોઈન કેશ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ પોલીસે કેસ પણ નોંધ્યો હતો અને કેસને સ્પેશિયલ સેલના સાયબર યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
આતંકવાદીઓ સુધી પહોંચતા પહેલા ઘણી જગ્યાએથી નાણાં પસાર થયા
દિલ્હી પોલીસે કહ્યું કે તપાસમાં કરતા જાણવા મળ્યું છે કે ક્રિપ્ટોકરન્સી અલ-કાસમ બ્રિગેડના વોલેટમાં પહોંચી છે. જે હમાસની લશ્કરી પાંખ છે. અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગની ક્રિપ્ટોકરન્સી ઇજિપ્તના અહેમદ મારઝૌક અને પેલેસ્ટાઇનના અહેમદ ક્યુએચ સફી અને અન્યના ખાતામાં મોકલવામાં આવી હતી.
આ વોલેટ ઇજિપ્તના ગીઝાથી ઓપરેટ કરવામાં આવતા હતા. આ ક્રિપ્ કરન્સી મોહમ્મદ નસીર ઈબ્રાહિમ અબ્દુલ્લાના વોલેટમાં પણ પહોંચાડવામાં આવ્યું હતું. પરંતુ તે ઈઝરાયેલે જપ્ત કર્યું હતું. હમાસના આતંકવાદીઓ સુધી પહોંચતા પહેલા આ પૈસા ઘણા બધા પ્રાઈવેટ વોલેટમાંથી પસાર થયા હતા.
ઘણા એકાઉન્ટ થયા છે ફ્રીઝ
તાજેતરમાં જ ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે રક્ષા મંત્રીએ કહ્યું કે, હમાસે સોશિયલ મીડિયા દ્વારા ફંડ એકત્ર કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આતંકવાદી સંગઠન લોકોને તેમના ખાતામાં ક્રિપ્ટોકરન્સી જમા કરાવવા અપીલ કરી રહ્યું છે. ઈઝરાયેલે એમ પણ કહ્યું છે કે, તેઓએ આવા ઘણા એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે.
રવિવારે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વણસી ગઈ છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 3 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે તેવું જાણવામાં આવી રહ્યું છે.