રોમાનિયામાં રશિયન એમ્બેસીના ગેટ સાથે કાર અથડાઈ, ભીષણ આગમાં ડ્રાઈવરનું મોત, જુઓ વીડિયો
Russian Embassy in Romania: રોમાનિયામાં રશિયન દૂતાવાસના દરવાજા પર એક કાર જોરથી અથડાઈ છે. જે બાદ તેમાં આગ લાગી હતી અને ડ્રાઇવરનું મોત થયું હતું.
રોમાનિયાની (Romania) રાજધાની બુકારેસ્ટમાં બુધવારે એક કાર રશિયન એમ્બેસીના (Russian Embassy) ગેટ સાથે અથડાઈ હતી, જેમાં આગ લાગી હતી અને ડ્રાઈવરનું મોત થયું હતું. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે કાર સવારે 6 વાગ્યે ગેટ સાથે અથડાઈ, પરંતુ તે દૂતાવાસ પરિસરમાં પ્રવેશી શકી નહીં. ઘટના સાથે જોડાયેલા એક વીડિયોમાં કારમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે અને સુરક્ષા દળોને વિસ્તારમાં દોડતા જોઈ શકાય છે.
પોલીસે જણાવ્યું કે ફાયર બ્રિગેડના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબુમાં લીધી, પરંતુ ત્યાં સુધીમાં ડ્રાઈવરનું મોત થઈ ગયું હતું. બનાવ અંગે વધુ માહિતી મળી શકી નથી. અહીંના રશિયન દૂતાવાસે એસોસિએટેડ પ્રેસને ફોન પર જણાવ્યું હતું કે તે આ ઘટના વિશે વધુ વિગતો આપી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, રોમાનિયા યુક્રેનની સરહદે છે અને રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ છ લાખથી વધુ લોકોએ રોમાનિયામાં આશરો લીધો છે.
કાર રશિયન દૂતાવાસના દરવાજા સાથે અથડાઈ
Local media publish the first footage from #Bucharest, where the car crashed into the fence of the Russian embassy building. After the collision, the car caught fire, the driver died.According to preliminary data, it was a planned action. #romania #russia pic.twitter.com/86fzWeSvNG
— Farnak (@Farnakyboy) April 6, 2022
દસ રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા
રોમાનિયાએ મંગળવારે દસ રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા. રોમાનિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દૂતાવાસના દસ કર્મચારીઓ કે જેમને અનિચ્છનીય જાહેર કરવામાં આવ્યા છે, તેમની પ્રવૃત્તિઓ “રાજદ્વારી સંબંધો પર 1961 વિયેના કન્વેન્શનની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે”. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર પહેલો હુમલો કર્યો હતો. ત્યારથી આ બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ શાંતિ મંત્રણા પછી પણ યુદ્ધમાં કોઈ કમી જોવા મળી નથી.
યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે રશિયા
રશિયાએ યુક્રેનના મોટાભાગના શહેરોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી, રાજધાવી કિવ પાસેનું બૂચા શહેર આખી દુનિયામાં ચર્ચામાં છે. યુક્રેનિયન સત્તાવાળાઓનો આરોપ છે કે રશિયન સૈનિકોએ અહીં તેમના કબજા દરમિયાન સામૂહિક નરસંહાર કરીને 300 થી વધુ લોકોને નિર્દયતાથી માર્યા છે. રશિયન સૈનિકોની પીછેહઠ બાદ જ્યારે યુક્રેનિયન સૈનિકો અહીં આવ્યા ત્યારે તેમણે રસ્તા પર દરેક જગ્યાએ લોકોના મૃતદેહ પડેલા જોયા. આ સાથે ઘણી જગ્યાએ ઉતાવળે ખોદવામાં આવેલી કબરોમાં મૃતદેહો ખુલ્લામાં પડી રહ્યા હતા. ઘણા મૃતદેહોના હાથ-પગ દોરડાથી બાંધેલા જોવા મળ્યા હતા. જે દર્શાવે છે કે હત્યા કરતા પહેલા લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.