‘મેક ઇન ઇન્ડિયા’ની જેમ આજે વિશ્વભરમાં ચીનની ‘મેડ ઇન ચીન 2025’ની કેમ થઈ રહી છે ચર્ચા- જે 10 વર્ષ પછી ભારતને શું શીખવે છે?
'મેક ઇન ઇન્ડિયા' 1 લી સપ્ટેમ્બર 2014 માં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતને મેન્યુફેક્ચર, ડિઝાઇન અને ઈનોવેશનનું કેન્દ્ર બનાવવાનો હતો. હાલ વિશ્વભરમાં 'મેડ ઇન ચીન 2025'ની ચર્ચા થઈ રહી છે. આ યોજનાને કારણે, ચીને મેન્યુફેક્ચરિંગમાં તો છલાંગ લગાવી પરંતુ સેવા ક્ષેત્રનો એટલો વિસ્તાર કર્યો નહીં. તેનાથી વિપરીત, ભારતની સેવાઓમાં મજબૂત પકડ ધરાવે છે. પરંતુ ઉત્પાદન હજુ પણ પાછળ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર મેક ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ કરે છે. પીએમ મોદી તેમના અનેક સંબોધનોમાં મેક ઇન ઇન્ડિયાના ફાયદાઓ વિશે પણ જણાવી ચુક્યા છે. છે. પરંતુ શું તમે જાણો છો કે મેક ઇન ઇન્ડિયાની જેમ, ચીન પણ મેડ ઇન ચાઇના 2025 યોજના ચલાવી રહ્યું છે. તાજેતરમા જ ફોક્સકોન ટેકનોલોજી ગ્રુપે ભારતમાં તેની iPhone ફેક્ટરીઓના સેંકડો ચીની એન્જિનિયરો અને ટેકનિશિયનોને ઘરે પાછા ફરવા કહ્યું છે. Apple એ ભારતને iPhone ઉત્પાદન માટે એક મુખ્ય બજાર તરીકે ઓળખાવ્યુ છે. કંપની હાલમાં ભારતમાં કૂલ iPhoneના લગભગ 15% ઉત્પાદન કરે છે. જેને આગામી વર્ષોમાં એક ક્વાર્ટર અથવા 25% સુધી વધારવાની યોજના છે. ભારતમાં કંપનીનું એસેમ્બલી ઓપરેશન સરકારના ‘મેક ઈન ઈન્ડિયા’અભ્યાનન એક મહત્વપૂર્ણ સફળતાની વાર્તા રહી છે. ‘મેક ઇન ઇન્ડિયા’નો ઉદ્દેશ્ય ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સપ્ટેમ્બર 2014 માં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય...