ફ્રાન્સના રાષ્ટ્રપતિને મેક્રોનને તેની પત્ની દ્વારા પડેલી થપ્પડની ઉપ્સ મોમેન્ટ અંગે ટ્રમ્પે આપી આ સલાહ- વાંચો
તાજેતરમાં જ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન અને તેની પત્ની વચ્ચેના વિવાદની તસવીરો સમગ્ર દુનિયાએ જોઈ. મેક્રોન અને તેની પત્ની બ્રિઝીટ વિયેતનામની મુલાકાતે હતા એ દરમિયાન પ્લેનમાંથી ઊતરતી વખતે કોઈ વાતને લઈને બ્રિજીટે મેક્રોનને થપ્પડ મારી દીધી. આ તસવીરો કેમેરામાં કેદ થઈ અને સમગ્ર દુનિયાએ જોઈ. આ વીડિયો વાયરલ થયા બાદ ટ્રમ્પે મેક્રોનને સલાહ પણ આપી દીધી. વાંચો શું સલાહ આપી?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજકાલ ભારે ચર્ચામાં છે. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પણ તેઓ કુદી પડ્યા હતા અને પોતાની જાતે એવુ કહેવા લાગ્યા હતા કે મે મધ્યસ્થી કરી એટલે બંને દેશો સીઝફાયર થયુ. વાસ્તવમાં પાકિસ્તાનના DGMO એ ભારતના DGMOને ફોન કરીને સીઝફાયર માટે વિનંતિ કરી હતી. પરંતુ ટ્રમ્પ સમગ્ર મુદ્દે ક્રેડિટ લેવા આવી ગયા. ટ્રમ્પ તેની બીજી ટર્મમાં વારંવાર પોતાના નિવેદનો પરથી પલટી મારી રહ્યા છે અને વિચીત્ર નિર્ણયો પણ લઈ રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રમ અને તેની પત્ની વચ્ચે વિવાદ થયો હતો અને વિયેતનામની મુલાકાત દરમિયાન પ્લેનમાંથી નીચે ઊતરતી વખતે તેમની મેક્રોનની પત્નીએ તેમને થપ્પડ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સમગ્ર વિશ્વએ આ વીડિયો જોયો.
‘ઘ્યાન રાખો કે દરવાજો બંધ રહે’
હવે પતિ-પત્નીના આ વિવાદ વચ્ચે પણ ટ્રમ્પ કૂદી પડ્યા છે અને તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે હું એ બંનેને સારી રીતે ઓળખુ છુ પરંતુ મને નથી ખબર કે એ બધુ શું હતુ. જ્યારે ટ્રમ્પને એક વર્લ્ડ લીડરની બીજા વર્લ્ડ લીડર માટે કોઈ સલાહ આપશો ? એવુ પૂછવામાં આવ્યુ તો ટ્રમ્પે હસતા હસતા કહ્યુ કે હવે પછી ધ્યાન રહે કે દરવાજો બંધ રહે. ટ્રમ્પની આ દરવાજો બંધ રાખવાની સલાહ સાંભળી બધા હસવા ત્યાં રહેલા લોકોમાં હાસ્યનું મોજુ ફેલાઈ ગયુ હતુ.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાત કરતા ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન અને તેમની પત્ની બ્રિજીટની વાયરલ ક્લિપ અંગે પ્રતિક્રિયા આપી. મેક્રોનના આ વીડિયોને ઈન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો અને તેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.
મેક્રોનનો આ વીડિયો વિયેતનામમાં જ્યારે કપલ પ્લેનમાંથી નીચે ઉતરી રહ્યા હતા એ સમયનો હતો, જેમા બ્રિજીટ મેક્રોનના ચહેરા પર હાથ મારતી જોવા મળી હતી. હવે જ્યારે ટ્રમ્પને મેક્રોનની આ ઉપ્સ મોમેન્ટ અંગે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે તેઓ મેક્રોન સાથે આ અંગે વાત કરી ચુક્યા છે અને પત્રકારોને જણાવ્યુ કે એ બંને બરાબર છે.
આપને જણાવી દઈએ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોનની પત્ની તેમનાથી 24 વર્ષ મોટી છે, એક સમયે તે મેક્રોનની સ્કૂલ ટીચર હતી અને સ્કૂલ ટાઈમથી જ તેઓ તેના પ્રેમમાં પડી ગયા હતા.