London News: ‘ઋષિ સુનક મારા ‘બેસ્ટ ફ્રેન્ડ’ છે, અક્ષતા મૂર્તિએ બ્રિટિશ વડાપ્રધાનનો રાજકીય મંચ પર આ રીતે કરાવ્યો પરીચય
ઇન્ફોસીસ કંપનીના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતાએ ઋષિ સુનકની ઘણી સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો અને કેવી રીતે તેની ઈમાનદારી અને નિષ્ઠાથી તેના તરફ આકર્ષિત થયા. તે બતાવ્યું છે.
બ્રિટનની ફર્સ્ટ લેડી કહેવાતા અક્ષતા મૂર્તિએ બુધવારે સૌ લોકોને ચોંકાવી દીધા હતા. તેણે પોતાના પતિ ઋષિ સુનકનો પરિચય કરાવવા માટે રાજકીય મંચ પર આવ્યા. આ દરમિયાન અક્ષતાએ તેને પોતાનો ‘બેસ્ટ ફ્રેન્ડ’ બતાવ્યા હતા. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભાષણ આપવા માટે માન્ચેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીના કોન્ફરન્સમાં સુનક આવ્યા હતા.
આ પણ વાંચો : London News: લંડનમાં ઋષિ સુનકની મનપસંદ ભારતીય રેસ્ટોરન્ટે જીત્યો ‘રેસ્ટોરન્ટ ઓફ ધ યર’નો એવોર્ડ
અક્ષતા મૂર્તિએ તેમના ભાષણ દરમિયાન એવો દાવો કર્યો હતો કે, તેમના પતિને પાર્ટીના વાર્ષિક સંમેલનના કેન્દ્રસ્થાને ગેટ ક્રેશિંગ (વોર્મ-અપ ઇવેન્ટ) વિશે જાણ નહોતી અને તેમના નિર્ણયથી તેમની પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કાને પણ આશ્ચર્ય થયું હતું.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મળ્યા હતા
ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રીએ સુનકની ઘણી સિદ્ધિઓ પર પોતે ગર્વ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે કેવી રીતે ઈમાનદારી અને નિષ્ઠાથી તેમની તરફ પહેલી વાર આકર્ષિત થયા હતા. તેઓ પહેલી વાર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તરીકે એકબીજાને મળ્યા હતા.
આગળ અક્ષતા મૂર્તિ જણાવે છે કે, ‘ઋષિ અને હું એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છીએ. અમે એક ટીમ છીએ અને હું તેમને અને પાર્ટી માટે મારૂ સમર્થન આપવા માટે આ જગ્યા સિવાય બીજે ક્યાંય હોવા જોઈએ તેવી કલ્પના પણ નથી કરી શકતી.
પતિ વિશે મંચ પર કરી વાત
તેણે વધુમાં કહ્યું હતું કે, ઋષિ અને હું ચોવીસ વર્ષની ઉંમરે મળ્યા હતા, જ્યારે અમે બંને અમેરિકામાં ભણતા હતા. શરૂઆતના દિવસોથી જ હું તેમના વિશે બે બાબતોથી પ્રભાવિત થઈ છું … એક કે પોતાનું ઘર બ્રિટન માટે તેમનો ઊંડો પ્રેમ અને શક્ય તેટલા સુનિશ્ચિત કરવાની તેમની નિષ્ઠાવાન ઇચ્છા કે વધારે ને વધારે લોકોને તક મળે. અક્ષતાએ કહ્યું કે, ઋષિ સાથે રહેવું તેના જીવનનો સૌથી સરળ નિર્ણય હતો.
ઋષિ સુનકે બ્રિટિન વિશે કરી વાત
તે જ સમયે ઋષિ સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સને પાર્ટીના નેતા તરીકે સંબોધિત કરી હતી અને વડાપ્રધાન તરીકે તેમના પદોન્નતીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે આ એ વાતનો પુરાવો છે કે બ્રિટન જાતિવાદી દેશ નથી અને તેમની ચામડીના રંગથી કોઈ ફરક પડતો નથી. ઋષિ સુનકે કહ્યું કે, “ક્યારેય કોઈને એમ ન કહેવા દો કે આ જાતિવાદી દેશ છે,” તેમણે આગળ ઉમેર્યું કે, મારી વાર્તા બ્રિટિશ વાર્તા છે કે કેવી રીતે એક પરિવાર ત્રણ પેઢીમાં ડાઉનિંગ સ્ટ્રીટ સુધી પહોંચી શકે છે.