AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

London News : લંડનમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સમર્થકો વચ્ચે અથડામણ, PM સુનાકે હમાસ સમર્થકોને આતંકવાદી ગણાવ્યા

પેલેસ્ટાઈનના સમર્થકો સોમવારે સાંજે લંડનમાં ઈઝરાયેલી દૂતાવાસની સામે એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ હાથમાં ધ્વજ અને મસાલ સાથે લેમ્પ પોસ્ટ પર ચડતા જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓએ ધાર્મિક નારા લગાવ્યા અને ઈઝરાયેલને આતંકવાદી દેશ ગણાવ્યો.

London News : લંડનમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સમર્થકો વચ્ચે અથડામણ, PM સુનાકે હમાસ સમર્થકોને આતંકવાદી ગણાવ્યા
London Image Credit source: eastlondonadvertiser.co
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 8:03 PM
Share

London : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની (War) અસર બીજા દેશોમાં પણ જોવા મળી રહી છે. સમગ્ર વિશ્વમાં લોકો ઈઝરાયેલ અને હમાસના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ એવું પણ બને છે કે બંને પક્ષના વિરોધીઓ સામસામે આવી જાય છે. અને તેમની વચ્ચે અથડામણ થાય છે.

આવી જ એક ઘટના 9 ઓક્ટોબરના રોજ લંડનના રસ્તાઓ પર જોવા મળી હતી. લંડનના હાઈ સ્ટ્રીટ કેન્સિંગ્ટન સ્ટેશન પર પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના સમર્થકો એકબીજા સામે આવી ગયા હતા.

આ પણ વાંચો London News : મહિલા આરક્ષણ બિલ વિશ્વભરમાં મહિલાઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે, લંડનમાં BRS નેતા કે. કવિતાનું નિવેદન

કેવી રીતે થઈ અથડામણ?

મીડિયા અહેવાલ મુજબ, પેલેસ્ટાઈનના સમર્થકો સોમવારે સાંજે લંડનમાં ઈઝરાયેલી દૂતાવાસની સામે એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ હાથમાં ધ્વજ અને મસાલ સાથે લેમ્પ પોસ્ટ પર ચડતા જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓએ ધાર્મિક નારા લગાવ્યા અને ઈઝરાયેલને આતંકવાદી દેશ ગણાવ્યો.

આ દરમિયાન કેટલાક લોકોએ ઈઝરાયેલ એમ્બેસીની ઈમારતની સામે ફટાકડા પણ ફોડ્યા હતા. આ દરમિયાન ઈઝરાયેલના સમર્થકો પણ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જેના કારણે હાઈ સ્ટ્રીટ કેન્સિંગ્ટન સ્ટેશન પર પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના સમર્થકો વચ્ચે અથડામણ થઈ.

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સમર્થકો વચ્ચે તણાવના સમાચાર મળતા જ લંડન પોલીસના અધિકારીઓને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. મામલો વધુ વણશે તે પહેલા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને બંને પક્ષના સમર્થકોને હટાવ્યા હતા. આ દરમિયાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

બ્રિટિશ PMએ ઋષિ સુનાકે શું કહ્યું ?

આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હમાસને લઈને મોટું નિવેદન આપ્યું છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનાકે કહ્યું છે કે હમાસના લોકો ન તો ઉગ્રવાદી છે કે ન તો સ્વતંત્રતા સેનાની, તેઓ માત્ર આતંકવાદી છે. બ્રિટિશ જનતાને સંબોધતા પીએમ સુનાકે કહ્યું કે ‘હું ઇઝરાયેલના સમર્થનમાં ઊભો છું. બ્રિટનના વડા પ્રધાન તરીકે, હું સ્પષ્ટપણે કહું છું કે હમાસને સમર્થન કરનારાઓ આ ભયાનક હુમલા માટે સંપૂર્ણપણે જવાબદાર છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">