શિક્ષણથી લઈ નોકરી સુધી, ‘લિથુઆનિયા મોડેલ’ Gen Z માટે બની રહ્યુ છે ડ્રીમ લેન્ડ- વાંચો
એકતરફ નેપાળમાં Gen Zનો અસંતોષ એટલો વધી રહ્યો છે કે રાતોરાત દેશમાંથી સરકાર ઉથલાવી દેવામાં આવી છે. હવે Gen Z ના દેખાવો તો બંધ થયા પરંતુ સળગતી ઈમારતો લાંબા સમય સુધી યુવાનોના આક્રોષના પુરાવા દેતી રહેશે. માત્ર કાઠમંડુ જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં લગભગ 13 થી 28 વર્ષની પેઢી ખુશ નથી. તો નાનકડા યુરોપીય દેશ લિથુઆનિયાના યુવાનો સૌથા વધુ ખુશ છે. ત્યારે આવો જાણીઓ લિથુઆનિયાની Gen Zની ખુશહાલીનું રહસ્ય..

દર વર્ષે જે હેપીનેસ ઈન્ડેક્સ જારી થાય છે, જેમા ફિનલેન્ડ અને સ્વીડન જેવા દેશો હંમેશા ટોપ પર રહે છે. અમેરિકા સૌથી શક્તિશાળી દેશ છે. ડ્રીમ અમેરિકા લગભગ બધાને લલચાવે છે. પરંતુ ત્યાંના લોકો પણ એટલા આનંદ કલ્લોલ કરતા કે પ્રસન્નતાથી ભરેલા નથી જોવા મળતા. જ્યારે એક દેશ છે, જેની ચર્ચા ભલે ન થતી હોય પરંતુ તેની યુવા પેઢી સૌથી વધુ સંતુષ્ટ છે. 90ની શરૂઆતમાં સોવિયેત સંઘમાંથી છુટુ પડીને આઝાદ થયેલો આ દેશ આજે ઘણો આગળ નીકળી ગયો છે. ગયા વર્ષના હેપિનેસ ઈન્ડેક્સમાં જાણવા મળ્યું હતું કે લિથુઆનિયાના જેન Z સૌથી વધુ ખુશ છે. એક રિપોર્ટ અનુસાર, 30 વર્ષથી ઓછી ઉંમરના લિથુઆનિયાના યુવાનોએ તેમની ખુશીને 10 માંથી લગભગ 8 નંબર આપ્યા હતા, જે અન્યો કરતા ઘણી વધારે છે. ખુશી પર કરવામાં આવેલા સર્વેમાં એક મહત્વપૂર્ણ બાબત જોવા...
