AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Yoga Day 2021: જાણો વિશ્વ યોગ દિવસની ઉજવણીનો રસપ્રદ ઈતિહાસ, ક્યારથી ઉજવાય છે આ દિવસ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO) એ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને વિશ્વ યોગ દિવસ(World Yoga Day) તરીકે મનાવવાની જાહેરાત કરી હતી.આમ પ્રથમ વાર  વિશ્વ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ વિશ્વના 170 દેશોએ ઉજવ્યો હતો.

World Yoga Day 2021: જાણો વિશ્વ યોગ દિવસની ઉજવણીનો રસપ્રદ ઈતિહાસ, ક્યારથી ઉજવાય છે આ દિવસ
જાણો વિશ્વ યોગ દિવસની ઉજવણીનો રસપ્રદ ઇતિહાસ
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jun 21, 2021 | 12:08 AM
Share

World Yoga Day 2021: યુનેસ્કોએ 21 જૂનને વિશ્વ યોગ દિવસ(World Yoga Day)  તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેમાં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO)માં 27 સપ્ટેમ્બર 2014ના રોજ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવાનું આહ્વાન કર્યું હતું. જેની બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNESCO)એ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને વિશ્વ યોગ દિવસ(World Yoga Day) તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેનો ઉદ્દભવ ભારતમાં થયો છે.

દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

આમ પ્રથમવાર  વિશ્વ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ વિશ્વના 170 દેશોએ ઉજવ્યો હતો. આ દિવસે વિશ્વભરના લોકો યોગ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે વિશ્વના લોકો યોગના માધ્યમથી શારીરિક, માનસિક સ્વાસ્થ્ય સાથે આદ્યાત્મિક ચેતના અંગે જાગૃતિ ફેલાવે છે. આંતરાષ્ટ્રીય યોગ દિવસે યોગ વિશેની ચર્ચા, શિબિર, યોગ સ્પર્ધા, સામૂહિક યોગાભ્યાસ વગેરેનું આયોજન કરાય છે. જેની બાદ દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ભારતમાં પણ પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાય છે 

આ ઉપરાંત ભારતમાં પણ પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં અનેક સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમજ યોગના ફાયદા જણાવવા માટે યોગ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ પણ યોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે છે. તેમજ નિ:શુલ્ક યોગ અભ્યાસનું પણ આયોજન કરે છે. યોગ એ ચેતનાનું વિજ્ઞાન છે.

પ્રથમ વિશ્વ યોગ દિવસની ભારતમાં અનોખી ઉજવણી

ભારતની પહેલ પર સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના પગલે પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણી ભારતમાં અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં 21 જૂન, 2015ના રોજ પીએમમોદીના નેતૃત્વમાં 35 હજારથી વધુ લોકો અને 84 દેશોના પ્રતિનિધિઓએ દિલ્હીના રાજપથ પર યોગના 21 આસન કર્યા હતા. આ મેગા યોગ ઈવેન્ટને ” ધ ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સ” માં સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં 84 દેશોના 35,985 લોકોએ આ આયોજનમાં એક સાથે ભાગ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનું પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.  યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે.

g clip-path="url(#clip0_868_265)">