અફઘાનિસ્તાનની એ વાયહાત પરંપરા ‘બચ્ચા બાજી’ જેની દુનિયાભરમાં કરવામાં આવે છે નિંદા
આ પ્રથા પ્રમાણે બાળકો કોઇને કોઇ પાર્ટીઓમાં જાય છે અને લોકોનું મનોરંજન કરે છે. તેમના આ કામ બદલ તેમને ફક્ત કપડા અને ખાવાનું આપવામાં આવે છે.
તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનને (Afghanistan) પોતાના કબજા હેઠળ લઇ લીધુ છે. એરપોર્ટથી લઇને રસ્તાઓ બધે જ તાલિબાનનો કબજો છે. કહેવામાં આવી રહ્યુ છે કે તાલિબાનના આવવાથી અફઘાનિસ્તાનની તસવીર બદલાઇ જશે અને મહિલાઓની આઝાદી સંપૂર્ણ પણે છીનવાઇ જશે. પરંતુ એવુ નથી કે તાલિબાનના આવવાથી જ અફઘાનિસ્તાનમાં ખરાબ પરંપરાઓ આવશે. કેટલીક ખરાબ પરંપરાઓ પહેલાથી જ અફઘાનિસ્તાનમાં છે જેમાંથી એક છે ‘બચ્ચા બાજી’.
બચ્ચા બાજી એક એવી પરંપરા છે જેનો પુરી દુનિયામાં વિરોધ થાય છે. અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનમાં પણ બચ્ચા બાજીનું ચલણ છે અને પાકિસ્તાનમાંથી તેને લઇને ખબરો પણ આવતી રહે છે. તેવામાં તમારા માટે જાણવુ જરૂરી છે કે કઇ રીતે બચ્ચા બાજીનો વિરોધ થતો આવ્યો છે અને તે છે શું ? કેમ તેનો વિરોધ કરવામાં આવે છે ? તો જાણીએ બચ્ચા બાજી વિશેની તમામ માહિતીઓ જેને જાણીને તમે પણ ચોંકી જશો.
શું છે બચ્ચા બાજી ?
બચ્ચા બાજી એક જાતની પ્રથા છે. જેમાં 10 વર્ષની આસપાસના બાળકોને અમીર લોકોની પાર્ટીઓમાં ડાન્સ કરવા મોકલવામાં આવે છે. આ બાળકો પર અત્યાચાર છે. આ પ્રથામાં નાના છોકરાઓને છોકરીના કપડા પહેરાવીને અને મેકઅપ કરીને ડાન્સ કરાવે છે. કહેવામાં આવે છે કે આ પાર્ટીઓ બાદ પુરુષો આ બાળકોનો રેપ કરે છે અને પછી બાળકો આ પ્રથામાં ફસાઇ જાય છે. આ પ્રથામાં મહિલાઓ સાથે પણ ખૂબ દુરવ્યવહાર કરવામાં આવે છે માટે જ આ પ્રથાની દુનિયાભરમાં નિંદા કરવામાં આવે છે.
કેટલાક બાળકો આવા લોકોની જાળમાંથી ભાગીને બહાર પણ આવી જાય છે અને આવા કેટલાક બાળકોએ પોતાનું દુ:ખ પણ લોકો સાથે શેર કર્યુ. એક તરફ જ્યાં અફઘાનિસ્તાનમાં સમલૈંગિકતાને ગૈર-ઇસ્લામિક અને અનૈતિક માનવામાં આવે છે તો બીજી તરફ આ પ્રથા ખૂબ સામાન્ય છે. તેઓ છોકરીઓની જેમ કપડાં પહેરીને નાચે છે. તેઓ ઉંમરમાં સગીર હોય છે. આ પ્રથા પર એક ડોક્યુમેન્ટ્રી પણ બની ચૂકી છે જેનું નામ છે ધ ડાન્સિંગ બોયઝ ઓફ અફઘાનિસ્તાન.
આ પ્રથા પ્રમાણે બાળકો કોઇને કોઇ પાર્ટીઓમાં જાય છે અને લોકોનું મનોરંજન કરે છે. તેમના આ કામ બદલ તેમને ફક્ત કપડા અને ખાવાનું આપવામાં આવે છે. ગરીબીની હાલતમાં તેઓ આ કામ કરવા મજબૂર હોય છે. જે લોકો પાસે ખાવા માટે કઇં નથી હોતુ તેવા લોકો આ પ્રથાને સહારો બનાવી લે છે. આ સિવાય કેટલીક વાર બાળકોને કિડનેપ કરીને વેચી પણ દેવામાં આવે છે.
આ પણ વાંચો – Tiger 3 ના સેટ પરથી સલમાનનો લુક થયો લીક, જોઈને ફેન્સ બોલ્યા “શું લૂક છે ભાઈજાન”, જુઓ તસ્વીર