અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને હ્યૂસ્ટન શહેર સજ્જ થઈ ગયું છે. જે સ્ટેડિયમમાં કાર્યક્રમ થવાનો છે ત્યાં તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને રિહર્સલ ચાલી રહ્યું છે. બીજી તરફ આ પ્રોગ્રામને લઈને હ્યૂસ્ટનમાં રહેતા ભારતીયોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. હ્યુસ્ટનમાં અત્યારે સંપૂર્ણપણે માહોલ ‘મોદીમય’ થઇ ગયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રસ્તા પર આ કાર્યક્રમના પોસ્ટર લાગેલા છે, તો અનેક લોકો આ આ કાર્યક્રમમાં સામેલ થવાના છે તેવા વીડિયો મુકી રહ્યાં છે. ત્યાં રહેતા ગુજરાતીઓ, ભારતીયો ઉપરાંત મૂળ અમેરિકનો પણ પીએમ મોદીને આવકારવા માટે થનગની રહ્યાં છે. ભારતીયોએ ખાસ ગરબાનું પણ આયોજન કર્યું હતું. ગુજરાતી ગાયક કિંજલ દવેની સંગાથે લોકો ગરબે ઘુમ્યા હતા. તો કેટલાક ભારતીયોએ કાર રેલી કાઢી કાર્યક્રમનો પ્રચાર કર્યો. કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. અહીં ગાડીઓ પર ભારત-અમેરિકાના ઝંડાની સાથે લોકો નીકળ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો