Knowledge: જાણો ‘કિલર મધમાખી’ના જન્મની વાત, વૈજ્ઞાનિકોના પ્રયોગમાં ભૂલને કારણે કેવી રીતે થયો જન્મ?

|

Mar 15, 2022 | 4:05 PM

How Killer Bees were created: કિલર મધમાખી. નામ પરથી તે સ્પષ્ટ છે કે તેણે મનુષ્યોને માર્યા હોવા જોઈએ, અને તે થયું પણ છે. આ મધમાખીઓ તેમની વસાહતને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરે છે. તેથી, જો કોઈ માનવ અથવા પ્રાણી તેમની વસાહત સાથે છેડછાડ કરે છે, તો તેઓ તેને છોડતી નથી.

Knowledge: જાણો કિલર મધમાખીના જન્મની વાત, વૈજ્ઞાનિકોના પ્રયોગમાં ભૂલને કારણે કેવી રીતે થયો જન્મ?
killer bees

Follow us on

How Killer Bees were created: આ ખાસ પ્રકારની (Killer Bees) મધમાખીઓના કારણે અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થયા છે. આ હત્યારા મધમાખીઓ વિશે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. હાલમાં જ અમેરિકાના (America) શહેર બેલીઝમાં એક 60 વર્ષીય મહિલાનું માખી કરડવાથી મોત થયું છે. નવાઈની વાત એ છે કે આ મધમાખીનો જન્મ વૈજ્ઞાનિકોના પ્રયોગની ભૂલનું પરિણામ છે. સમય જતાં તેઓ ધીમે-ધીમે વધુ આક્રમક બની છે અને દક્ષિણ અને મધ્ય અમેરિકામાં (Central America) તેમની સંખ્યા વધુ વધી છે.

કિલર મધમાખીઓ કેટલી ખતરનાક છે, તેઓ કેવી રીતે જન્મી અને નિષ્ણાંતો શું કહે છે? જાણો આ સવાલોના જવાબ…

આ મધમાખીઓ કેમ અને કેવી રીતે જન્મી?

1950ના દાયકામાં વૈજ્ઞાનિકો મધમાખીઓમાંથી મધનું ઉત્પાદન વધારવા માંગતા હતા. આ માટે મધમાખીની નવી પ્રજાતિ વિકસાવવાની યોજના બનાવવામાં આવી હતી. તેની શરૂઆત 1957થી થઈ હતી. બ્રાઝિલની સરકારે જીવવિજ્ઞાનીક વોરવિક ઇ. કેરને (Warwick E. Kerr) ઉચ્ચ ઉત્પાદન કરતી મધમાખી વિકસાવવા સૂચના આપી. વોરવિકે યુરોપિયન મધમાખીની એક પ્રજાતિ પર પ્રયોગો શરૂ કર્યા. તે યુરોપિયન મધમાખીને અમેરિકા લાવ્યો અને નવી પ્રજાતિ વિકસાવી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આઈએફએલ સાયન્સના અહેવાલ મુજબ, મધમાખીની નવી પ્રજાતિને અસરકારક બનાવવા માટે આફ્રિકન અને યુરોપિયન મધમાખીઓ વચ્ચે સંવનન કરવામાં આવ્યું હતું. આ રીતે યુરોપિયન મધમાખીમાં આફ્રિકન જનીનો ઉમેરવામાં આવ્યા. મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ ધીમે-ધીમે આક્રમક બની.

એક દિવસ આ મધમાખીઓ 20 વસાહતો છોડીને બહાર આવી. હજારોની સંખ્યામાં તેઓ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં ફેલાય ગઈ. ટીમને લાગ્યું કે તે બહારના ગરમ તાપમાનને સહન કરી શકશે નહીં, પરંતુ એવું થયું નહીં. સમય જતાં, તેમની સંખ્યા પણ વધી અને આક્રમકતા પણ. 1980 સુધીમાં તે કેલિફોર્નિયા, ટેક્સાસ, એરિઝોના, નેવાડા, ન્યૂ મેક્સિકો અને ફ્લોરિડામાં ફેલાઈ ગઈ હતું. તેમના કરડવાથી મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.

આ કિલર મધમાખી કેટલી ઘાતક છે?

આ મધમાખીઓ કેટલી હદે ઘાતક છે, આ અંગે યુનિવર્સિટી ઓફ સસેક્સના મધમાખી નિષ્ણાંત પ્રો. ફ્રાન્સિસ રેટનિક્સ કહે છે, જો આ મધમાખી લોકોને એક હજાર ડંખ મારે તો તે વ્યક્તિ મરી શકે છે. તાજેતરમાં, તેના કરડવાથી મૃત્યુ પામેલી વૃદ્ધ મહિલાને 10 હજારથી વધુ વખત ડંખ મારવામાં આવ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે તે મહિલાએ મધમાખીઓની વસાહતને ચીડવી હતી.

નિષ્ણાંતો કહે છે કે, આ મધમાખીઓ તેમની વસાહતને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરે છે. તેથી, જો કોઈ માનવ અથવા પ્રાણી તેમની વસાહત સાથે છેડછાડ કરે છે, તો તેઓ તેને છોડતી નથી. તેઓ તે વ્યક્તિ અથવા પ્રાણી પર ચારે બાજુથી હુમલો કરે છે અને તેની હાલત ખરાબ થઈ જાય છે.

આ પણ વાંચો: એક ચમચી મધ એટલે 12 મધમાખીઓના જીવનભરની મહેનત, જાણો તેના વિશે રસપ્રદ વાતો

આ પણ વાંચો: Viral Video : કોલ્ડડ્રિંકસ દિવાની બે મધમાખીઓએ આ રીતે ખોલ્યું ફેન્ટાની બોટલનું ઢાંકણું

Next Article