એક ચમચી મધ એટલે 12 મધમાખીઓના જીવનભરની મહેનત, જાણો તેના વિશે રસપ્રદ વાતો

Honey Bee : મધમાખી ખૂબ મહેનતી હોય છે. મધના એક એક ટીપાને ભેગા કરવા તે દૂર દૂર સુધી ઉડીને ફુલોમાંથી પરાગ ભેગા કરે છે

  • Publish Date - 7:22 pm, Thu, 20 May 21 Edited By: Bhavesh Bhatti
એક ચમચી મધ એટલે 12 મધમાખીઓના જીવનભરની મહેનત, જાણો તેના વિશે રસપ્રદ વાતો
Honey

Honey Bee : તમે જે ભોજન કરો છો તેને કોણ તૈયાર કરે છે ? સ્પષ્ટપણે તમે અથવા તો તમારી માતા કે પત્નિ. જો તમે બહાર ભોજન કરવા જાવ છો તો રસોઇયો કે શેફ તૈયાર કરે છે. આપણે અનાજ, ફળો, શાકભાજી ખાઇએ છીએ તેને મનુષ્ય જ ઉગાડે છે પરંતુ મધ એક એવી વસ્તુ છે જે આપણને મધમાખી તૈયાર કરીને આપે છે. આ મધ આપણા શરીરને ઘણા બધા ફાયદા આપે છે.

મધમાખી ખૂબ મહેનતી હોય છે. મધના એક એક ટીપાને ભેગા કરવા તે દૂર દૂર સુધી ઉડીને ફુલોમાંથી પરાગ ભેગા કરે છે. તમારી આસપાસ ઝાડ પર, દિવાલો પર મધમાખીઓના છત્તા જગ્યાએ જગ્યાએ જોવા મળશે. તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં 29 હજારથી વધુ જાતની મધમાખીઓ જોવા મળે છે પરંતુ તેમાં ચાર પ્રકારની મધમાખી જ મધ તૈયાર કરી શકે છે.

ફક્ત માદા મધમાખી જ બનાવે છે મધ

તમને એ પણ જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત માદા મધમાખી જ મધ તૈયાર કરી શકે છે. એક મોટા મધપુડામાં લગભગ 20 થી 60 હજાર જેટલી માદા માખી અને ફક્ત 2-400 જેટલી નર મધમાખી જેમાં એક રાની મધમાખી હોય છે.

12 મધમાખીઓની જીવનભરની મહેનત છે એક ચમચી મધ

એક મધમાખી પોતાના જીવનકાળ દરમિયાન એક ચમચીના બારમાં ભાગ જેટલું મધ જ બનાવી શકે છે. એટલે કે એક ચમચી મધ 12 મધમાખીઓની જીંદગીભરની મહેનત હોય છે. તેમનું જીવન ફક્ત 45 દિવસનું હોય છે. એક કિલો મધ બનાવવા એક મધપુડાને લગભગ 40 લાખ ફૂલોના રસ ચૂસીને બનાવવામાં આવે છે અને તેના માટે 90,000 મીલ સુધી ઉડવુ પડે છે જે ધરતીના ત્રણ ચક્કર લગાવવા સમાન છે.

ફક્ત માદા મધમાખી જ મારે છે ડંખ

તમે એ તો જાણી લીધુ કે ફક્ત માદા માખી જ મધ બનાવી શકે છે પણ હવે એ જાણો કે ફક્ત માદા મધમાખી જ ડંખ મારી શકે છે. કોઇ પણ વ્યક્તિના મોત માટે 1100 ડંખ પુરતા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati