AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kenya Road Crash: કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ ટ્રકે એક પછી એક વાહનોને ટક્કર મારી, 48ના મોત

પોલીસે જણાવ્યું કે જે જગ્યાએ અકસ્માત થયો તે ખૂબ જ ગીચ વિસ્તાર છે. અહીં એક ટ્રક બેકાબૂ થઈ ગઈ અને અન્ય વાહનો અને રાહદારીઓને કચડી નાખ્યા.

Kenya Road Crash: કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ ટ્રકે એક પછી એક વાહનોને ટક્કર મારી, 48ના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 7:38 AM
Share

Kenya Road Crash: કેન્યામાં શુક્રવારે એક ભયાનક રોડ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 48 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. પશ્ચિમ કેન્યામાં સાંજે આ ભયંકર અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું કે જે જગ્યાએ અકસ્માત થયો તે ખૂબ જ ગીચ વિસ્તાર છે. અહીં એક ટ્રક બેકાબૂ થઈ ગઈ અને અન્ય વાહનો અને રાહદારીઓને કચડી નાખ્યા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં અમે 48 મૃતદેહો બહાર કાઢ્યા છે. ટ્રકની અંદર એક-બે લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટનાના ફૂટેજ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આમાં, ક્ષતિગ્રસ્ત મીની બસો અને પલટી ગયેલી ટ્રકો સાથે, અન્ય વાહનોના ટુકડાઓ દેખાય છે.

કેરીચો-નાકુરુ હાઈવે પર અકસ્માત

બચાવકર્તાઓ વાહનોની અંદર ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત કેરીચો અને નાકુરુ ટાઉન હાઈવે પર થયો હતો. આ ઘટનામાં 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

ટ્રક કેરીચો તરફ જઈ રહી હતી ત્યારે અચાનક કાબુ ગુમાવી દીધો હતો

પ્રાદેશિક પોલીસ કમાન્ડર ટોમ મોબોયા ઓડેરોએ જણાવ્યું કે કેરીચો તરફ જઈ રહેલી ટ્રકે અચાનક નિયંત્રણ ગુમાવ્યું. આ પછી તેણે આઠ વાહનો, અનેક મોટરસાઈકલ, રસ્તાની બાજુમાં ઉભેલા લોકો, ફેરિયાઓ અને અન્ય ધંધા સાથે જોડાયેલા લોકોને કચડી નાખ્યા.

આ પણ વાંચો : SCO Summit: શી જિનપિંગ ભારતની અધ્યક્ષતામાં SCO બેઠકમાં ભાગ લેશે, વર્ચ્યુઅલ રીતે ભાષણ આપશે

રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ દુઃખ વ્યક્ત કર્યું

કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટો સહિત અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના સવારે 6.30 વાગ્યાની આસપાસ બની હતી. વાહનવ્યવહાર મંત્રીએ કહ્યું કે બચાવ કામગીરી બાદ અકસ્માતનું કારણ જાણી શકાશે અને તેની તપાસ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">