Kenya News: આ તો કેવી બીમારી! જોત જોતામાં શાળામાં 90 બાળકોને કમરની નીચેના ભાગે સંપૂર્ણ રીતે થઈ ગયો પેરાલિસિસ, જુઓ Video
શું સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ અચાનક લંગડાતા ચાલે તો તમને લાગે કે તેઓ મસ્તી કરી રહ્યાં છે, કદાચ રજા લેવા માટે કે ઘરે જવા માટે નાટક કરતા હશે પરંતુ અહીં એક નહીં, બે નહીં, 95 વિદ્યાર્થીનીઓ લંગડાતા જોવા મળ્યા. આવું ખરેખર બન્યું છે કેન્યામાં.
દેશ અને દુનિયામાં અનેક અનોખા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જેને સમજવામાં વિજ્ઞાનને પણ સમય લાગે છે. ઘણી વખત, અચાનક વિચિત્ર બીમારી અથવા કેટલાક લોકોમાં વિચિત્ર વર્તન આશ્ચર્યજનક હોય છે. આવી સ્થિતિને મહામારી કહેવાય છે. હાલમાં જ કેન્યાની એક શાળામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
કાકામેગા કાઉન્ટીમાં હાઈસ્કૂલની લગભગ 95 વિદ્યાર્થીનીઓ સાથે કંઈક અજુગતું બન્યું. સેન્ટ થેરેસા એરગી હાઈસ્કૂલની આ વિદ્યાર્થીનીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. એક વિચિત્ર બીમારીને કારણે આ યુવતીઓના શરીરના કમરથી નીચેનો ભાગ સંપૂર્ણ રીતે પેરાલિસિસ થઈ ગયો છે. જેના લીધે તેના પરિવારજનો પણ ચિંતામાં છે.. માહિતી અનુસાર અચાનક જ તમામ વિદ્યાર્થીનીઓના પગ સુન્ન પડી ગયા અને તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી.
આ પણ વાંચો : Atlanta News: એટલાન્ટા પોલીસ અધિકારીની કરવામાં આવી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
કાકામેગા કાઉન્ટીના હેલ્થ CEC બર્નાર્ડ વેસોન્ગાએ માહિતી શેર કરી કે આ બીમારી શું છે તે જાણવા માટે students ના blood, urine અને stool sample લેવામાં આવ્યા છે. જેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટના બાદ શાળાને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ શિક્ષણ અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષના અંતમાં યોજાનારી પરીક્ષાઓના ડરને કારણે મોટાભાગની students આવી સમસ્યાઓનો સામનો કરી રહી હોય તેવી પણ શક્યતા છે. જો કે હાલ તો, આ સમગ્ર મુદ્દો તપાસનો છે. ત્યારબાદ જ શું છે બીમારી તેની સાચી માહિતી બહાર આવશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો