અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ Joe Bidenનું પ્રથમ સંબોધન, વાંચો વિગત

અમેરિકાના લોકતંત્રના માટે આજે મહત્વનો દિવસ હતો. જેમાં આજે Joe Bidenએ  અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.  તેમણે ભારતીય સમય અનુસાર 10.18 વાગ્યે શપથ લીધા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ Joe Bidenનું પ્રથમ સંબોધન, વાંચો વિગત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 21, 2021 | 12:17 AM

અમેરિકાના લોકતંત્રના માટે આજે મહત્વનો દિવસ હતો. જેમાં આજે Joe Bidenએ  અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.  તેમણે ભારતીય સમય અનુસાર 10.18 વાગ્યે શપથ લીધા હતા. તેમની પૂર્વે ઉપ-રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસે શપથ લીધા હતા. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ પોંડિયમ પર સંબોધન કરવા પહોંચેલા Joe Bidenએ  કહ્યું કે લોકતંત્ર મજબુત થયું છે. તેમણે શપથ ગ્રહણમાં હાજર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આજે અમેરિકાનો દિવસ છે લોકતંત્રનો દિવસ છે. ગત 6 જાન્યુઆરીએ કેપિટલ હિલ પર થયેલા હુમલાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો તેમજ કહ્યું હતું કે આ અમેરિકાના લોકતંત્રના મૂલ્યોને રેખાંકિત કરે છે. જો બાઈડને કહ્યું કે એક વાર ફરી અમને લોકતંત્રનું મૂલ્ય જાણ્યું. જો બાઇડને કહ્યું કે દેશને શ્વેત લોકોના દબદબાનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે તમામને  ન્યાય અને સમાન અધિકાર મળશે. ટ્રમ્પમાં ચાર વર્ષના વિભાજનકારી કાર્યકાળ બાદ તેમણે એકજુથ થવાની અપીલ કરી.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

તેમણે પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે આ સંકટ અને પડકારોની ઐતિહાસિક ક્ષણ છે. આપણે એકતાના રસ્તા પર ચાલવું પડશે. તેમણે કહ્યું કે દેશ માટે એકતા એક માત્ર સફળ રસ્તો છે. મને ખબર છે કે આજકાલ એકતાની વાત કરવી એક કલ્પના છે. મને ખબર છે જે તાકતો આપણને વિભાજિત કરી છે તે ખૂબ  ઊંડાણમાં હજુ પણ હાજર છે. મને ના કહેશો કે વસ્તુ બદલી નહીં શકાય, જો બાઈડને 6 ફેબ્રુઆરીના કેપિટલ તોફાનોની ટીકા કરી હતી.

આ પણ વાંચો: Joe Biden એ શપથ ગ્રહણ બાદ કહ્યું ‘આજે લોકતંત્રનો દિવસ’

g clip-path="url(#clip0_868_265)">