જાપાનનું ફાઈટર પ્લેન F-15 અચાનક થયું ગાયબ, દેશનું સૌથી મોટું જહાજ શોધવા માટે દરિયામાં શોધખોળ શરૂ
Japan Fighter Jet: જાપાનનું એક ફાઈટર પ્લેન સમુદ્ર ઉપર ઉડતી વખતે અચાનક ગાયબ થઈ ગયું. તેને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
જાપાનનું ફાઈટર જેટ (Japan Fighter Jet) સોમવારે ટ્રેનિંગ દરમિયાન અચાનક જ હવામાં ગાયબ થઈ ગયું હતું. જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JASDF) F15 નામના આ ફાઈટર એરક્રાફ્ટનું સંચાલન કરી રહ્યું હતું. ઘટના ‘ સી ઓફ જાપાન’ (જાપાન સાગર, જેને ઇસ્ટ સમુદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે)ની છે. JASDFએ આ જાણકારી આપી છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ જેએએસડીએફને (Japan Air Self Defence Force) ટાંકીને જણાવ્યું હતું કે મધ્ય જાપાની પ્રાંત ઇશિકાવાના કોમાત્સુ એરબેઝ પરથી ઉડાન ભર્યા બાદ વિમાનનો રડાર સંપર્ક તૂટી ગયો હતો.
એક સરકારી પ્રવક્તાએ કહ્યું કે જાપાનના અન્ય વિમાનો અને જહાજો F-15 ફાઈટર જેટમાં સવાર બે કર્મચારીઓની શોધ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે પ્લેન જાપાનના સમુદ્રમાં ક્રેશ થયું હતું. જાપાન ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહેલી ટીમને એરબેઝથી પાંચ કિલોમીટર દૂર સમુદ્રમાં કેટલાક વિમાન ઉપકરણો તરતા જોવા મળ્યા હતા. વિમાનમાં હાજર લોકોને શોધવા માટે મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ASDF, મરીન સેલ્ફ ડિફેન્સ ફોર્સ, કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને જહાજો દ્વારા ક્રૂની શોધ કરવામાં આવી રહી છે.
સૌથી મોટા જહાજની શોધમાં
આમાં જાપાનના સૌથી મોટા જહાજો પૈકી એક એક હ્યુગા હેલિકોપ્ટર કેરિયરનો સમાવેશ થાય છે. સંરક્ષણ પ્રધાન નોબુઓ કિશીએ તમામ એરક્રાફ્ટ ઓપરેટરોને સાવચેતીપૂર્વક નિરીક્ષણ કરવા જણાવ્યું છે. સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, ફાઈટર પ્લેન સોમવારે રાત્રે ગુમ થઈ ગયું હતું. જહાજમાં બે લોકોને ‘સી ઓફ જાપાન’માં તાલીમ આપવામાં આવી રહી હતી. આ સ્થળ પાયાથી 5 કિલોમીટરના અંતરે છે. ઈશીકાવા પ્રીફેક્ચરમાં કનાઝાવા કોસ્ટ ગાર્ડ ઓફિસે જણાવ્યું હતું કે એરપોર્ટ નજીક કાગાના દરિયાકાંઠે કંઈક લાઇટિંગ ની સૂચના મળી હતી એટલે કે કંઈ દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
સવારના સમયે ભરી હતી ઉડાન
JASDF એ કહ્યું કે તેણે શોધ અને બચાવ કામગીરી દરમિયાન આ વિસ્તારમાં કંઈક તરતું જોયું હતું. આ એ જ જગ્યા છે જ્યાં ફાઈટર પ્લેનનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. ગુમ થયેલ ફાઇટર એક સ્ક્વોડ્રનનું છે જે ફ્લાઇટ તાલીમમાં દુશ્મન વિમાન તરીકે કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાઈટર પ્લેન ટ્રેનિંગ માટે જઈ રહ્યું હતું ત્યારે તેનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેમણે સવારે સાડા પાંચ વાગ્યે ઉડાન ભરી હતી. અને થોડા સમય પછી તે ગાયબ થઈ ગયું હતું. સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે શક્ય છે કે વિમાન દરિયામાં ક્રેશ થયું હોય.
આ પણ વાંચો : ખેડૂતોની આવક વધારશે ગરમ વિસ્તારમાં થતા સફરજન, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ઈનોવેશન સેન્ટર અને અમદાવાદની સંસ્થા સાથે MOU
આ પણ વાંચો : ટ્રેનમાં લગાડેલા આ વાયરવાળા યંત્રનું શું કામ છે? તે ટ્રેનને ચલાવવામાં કેવી રીતે મદદ કરે છે