જાપાનના PM કિશિદાના ચીન પર પ્રહારો, કહ્યું- ઈન્ડો-પેસિફિકમાં યુક્રેન જેવો પ્રયોગ નહીં થવા દઈએ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને કહ્યું કે જો ચીન તાઈવાન પર હુમલો કરે છે તો અમેરીકા દેશ સૈન્ય હસ્તક્ષેપ કરવા માટે તૈયાર છે.
જાપાનના (Japan) વડાપ્રધાન (PM) ફ્યુમિયો કિશિદાએ ચીન (Chian) પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ઈન્ડો-પેસિફિકમાં યુક્રેન જેવા પ્રયોગો કરવા દેશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન સાથેની મુલાકાત દરમિયાન તેઓ યુએસ-જાપાન સંબંધો વચ્ચે મજબૂતાઈ વધારવા અને ચીનના અતિક્રમણ મુદ્દે સહયોગ આપવા સહમત થયા હતા. કિશિદાએ જણાવ્યું હતું કે ચીનના બળપ્રયોગથી બદલાવની સ્થિતિને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે પૂર્વ અને દક્ષિણ ચીન સાગરમાં આવા બળપ્રયોગનો વિરોધ કર્યો હતો. ચીન પર નિશાન સાધતા કિશિદાએ કહ્યું કે ઈન્ડો-પેસિફિકમાં યુક્રેન જેવા પ્રયોગની મંજૂરી આપવામાં આવશે નહીં.
ફ્યુમિયો કિશિદાએ તાઇવાન સમુદ્રી સીમામાં શાંતિ અને સ્થિરતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. ચીન આ જગ્યાએ તાઈવાન વિરુદ્ધ સતત દબાણ બનાવાઇ રહ્યું છે. જાપાનના પીએમએ ખુલ્લા અને મુક્ત ઈન્ડો-પેસિફિકની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વાસ્તવમાં, આ વિઝનનો ઉદ્દેશ્ય ચીન દ્વારા આ ક્ષેત્રમાં સતત વધારાઇ રહેલા દબાણને રોકવાનો છે. વાસ્તવમાં, યુક્રેન પર રશિયાના હુમલા (રશિયા-યુક્રેન યુદ્ધ) પછી, તે વેગ પકડવાનું શરૂ કર્યું છે કે ચીન હવે તાઈવાન પર આવો જ હુમલો કરી શકે છે. જેના કારણે દુનિયામાં વધુ એક વિવાદ સર્જાવાનો ભય છે. આ જ કારણ છે કે જાપાન અને અમેરિકા તાઈવાનની મદદ માટે આગળ આવી રહ્યા છે.
અમેરિકાએ પણ તાઈવાનની સુરક્ષાની ખાતરી આપી હતી
તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને સોમવારે તાઈવાન વિરુદ્ધ હુમલા અંગે ચેતવણી આપી હતી. બાયડેને કહ્યું કે જો ચીન તાઈવાન પર હુમલો કરે છે તો તેમનો દેશ સૈન્ય હસ્તક્ષેપ કરવા તૈયાર છે. અત્રે એ નોંધનીય છે કે બાયડેનનું આ નિવેદન છેલ્લા કેટલાક દાયકાઓમાં તાઈવાનના સમર્થનમાં આપવામાં આવેલા સીધા અને મજબૂત નિવેદનોમાંનું એક છે. બાયડેને જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્વ-શાસિત ટાપુની રક્ષા કરવાનું દબાણ વધી ગયું છે. તેમણે કહ્યું કે તાઈવાન સામે બળનો ઉપયોગ કરવાનું ચીનનું પગલું માત્ર અયોગ્ય જ નહીં, પરંતુ તે સમગ્ર પ્રદેશને વિસ્થાપિત કરશે અને યુક્રેનમાં લેવાયેલા પગલાં સમાન હશે.
એક ચાઇના નીતિ હેઠળ, યુએસ બેઇજિંગને ચીનની સરકાર તરીકે ઓળખે છે અને તાઇવાન સાથે રાજદ્વારી સંબંધો નથી. જો કે, તેના તાઇવાન સાથે અનૌપચારિક સંપર્કો છે. અમેરિકા આ ટાપુની રક્ષા માટે લશ્કરી સાધનો પણ પૂરા પાડે છે. જેના કારણે ચીનના અમેરિકા સાથેના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ છે.