જાપાનમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓ સામે સજા સંબંધી કાયદો પસાર, દંડ પણ થશે

|

Jun 15, 2022 | 5:40 PM

જાપાનની (Japan) સંસદે ઓનલાઈન અપમાન કરનારાઓને સજા સંબંધી કાયદો પસાર કર્યો છે. આ કાયદા હેઠળ એક વર્ષની સજા અથવા ત્રણ લાખ યેન એટલે કે અઢી લાખ રૂપિયાનો દંડ થશે.

જાપાનમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓ સામે સજા સંબંધી કાયદો પસાર, દંડ પણ થશે
upper-house-of-parliament-in-japan
Image Credit source: PTI

Follow us on

સોશિયલ મીડિયા પર લોકોને હેરાન કરવાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. આવી રીતે અપમાનને રોકવા માટે અલગ-અલગ દેશોની (Countries) સરકારો કામ કરી રહી છે. આવી જ એક બાબત જાપાનમાં (Japan) પણ સામે આવી છે. જાપાન સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને ઓનલાઈન અપમાન કરનારાઓ વિરુદ્ધ કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા (Social Media) પર અપમાન કરનારા લોકો સામે સજા અને આર્થિક દંડની જોગવાઈ છે. જાપાન સરકારે સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદાને હજુ સુધી તાત્કાલિક અસરથી લાગુ કર્યો નથી.

કાયદા હેઠળ બે લાખ રૂપિયાનો થશે દંડ

જાપાનની સંસદે ઓનલાઈન અપમાન કરનારાઓ સામે સજા સંબંધિત કાયદો પસાર કર્યો છે. આ કાયદા હેઠળ અપમાન કરનારાઓને એક વર્ષની સજા અથવા ત્રણ લાખ યેન એટલે કે અઢી લાખ રૂપિયાનો દંડ થશે.

ટીવી સ્ટારના મૃત્યુ પછી પસાર થયો આ કાયદો

અવારનવાર એવી ખબરો આવે છે કે સોશિયલ મીડિયા પર અપમાનિત થયા પછી લોકોએ પોતાને નુકસાન પહોંચાડ્યું છે. જાપાનની એક રિયાલિટી શોમાં કામ કરતા એક્ટરનું પણ સોશિયલ મીડિયા દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું, જેના કારણે ટીવી સ્ટારે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પછી જાપાનમાં ઓનલાઈન અપમાનિત કરનારાઓ વિરુદ્ધ કાયદો પર વિચાર કરવામાં આવ્યો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વિપક્ષે કાયદાનો કર્યો વિરોધ

કાયદો પસાર થયા પછી વિપક્ષે તેની સામે અવાજ ઉઠાવ્યો છે. વિપક્ષે કાયદાનો વિરોધ કરતા તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રભાવિત કરતો ગણાવ્યો છે. વિપક્ષના વિરોધને કારણે જાપાન સરકાર આ કાયદાને લાગુ કરવાનું વિચાર કરી રહી છે.

જાપાનની સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદો ઉનાળા પછી લાગુ થઈ શકે છે. આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા પર અપમાન કરનારાઓને એક વર્ષની સજા અથવા ત્રણ લાખ યેન એટલે કે અઢી લાખ રૂપિયાનો દંડ થશે, આ કાયદાના વિરોધીઓનો તર્ક છે કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સરકારની ટીકાને દબાવી શકે છે. ત્રણ વર્ષ પછી તપાસ કરવામાં આવશે કે આ કાયદાથી અભિવ્યક્તિ પ્રભાવિત થશે કે નહીં. સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓથી દુઃખી થયેલા જાપાનના એક રિયાલિટી ટીવી સ્ટારની આત્મહત્યા બાદ આ કાયદો લાવવામાં આવ્યો છે.

Next Article