AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રીએ અલી ખામનેઈના મૃત્યુથી ખુશ થઈ કહ્યું- “ભગવાન મહાન છે”

અમેરિકા ,ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ છે વિશ્વમાં હલચલ મચી ગઈ છે. ઈરાનના નેતા અયાતુલ્લા અલી ખામનેઈના મૃત્યુ પર પ્રતિક્રિયાઓ મળી રહી છે. ત્યારે ખામનેઈના મૃત્યુ પર કેટલાક લોકો ખુબ જ ખુશ થયા છે. એક અભિનેત્રી પણ નેતાના મૃત્યુથી ખુશ થઈ છે.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રીએ અલી ખામનેઈના મૃત્યુથી ખુશ થઈ કહ્યું- ભગવાન મહાન છે
| Updated on: Mar 02, 2026 | 3:05 PM
Share

ઈરાની મૂળની બોલીવુડ અભિનેત્રી એલનાઝ નોરોઝી અંદાજે નવ વર્ષથી બોલીવુડમાં એક્ટિવ છે. તે બોલીવુડ ફિલ્મોમાં અભિનય અને ડાન્સ માટે જાણીતી છે. તે ઈરાનની વર્તમાન પરિસ્થિતિ વિશે ખૂબ જ ચિંતિત હતી, પરંતુ ઈરાની નેતા આયાતુલ્લાહ અલી ખામનેઈના મૃત્યુ વિશે સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પોસ્ટ કરેલા એક વીડિયોમાં, તેમણે આ સમાચારને “અવિશ્વસનીય” ગણાવ્યા.

અભિનેત્રીએ કહ્યું 47 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા

સિક્રેડ ગ્રેમ્સની ફેમસ અભિનેત્રી એલનાઝ નોરોઝીનો જન્મ ઈરાનમાં થયો હતો. પરંતુ તે કરિયર બનાવવા માટે ભારત આવી હતી. પરંતુ ઈરાનની હાલતને લઈ હંમેશા ચિંતત રહેતી હતી. તે સોશિયલ મીડિયા પર ઈરાનના નેતા અયાતુલ્લા અલી ખામનેઈનો વિરોધ પણ કરતી હતી. જ્યારે યુએસ અને ઈસ્ત્રાઈલ એરસ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામનેઈના મૃત્યુના સમાચાર સામે આવ્યો તો. તેમણે પણ પ્રતિક્રિયા આપી હતી. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી તેમણે કહ્યું કે,અમારા માટે સૌથી અવિશ્વસનીય સમાચાર છે. જેની અમે 47 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. ખામનેઈ મૃત્યુ પામ્યા.

View this post on Instagram

A post shared by Elnaaz Norouzi (@iamelnaaz)

અલી ખામનેઈને તાનાશાહ કહ્યું

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામનેઈના મૃત્યુંના સમાચારને એલનાઝ નોરૌઝીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા હતા. આ સાથે સ્માઈલી ઈમોજી બનાવી અને થેન્ક્યુ લખ્યું હતુ. એલનાઝે અલી ખામેનીને તાનાશાહ પણ કહ્યા હતા.એ નોંધવું જોઈએ કે, એલનાઝ નોરોઝીનો જન્મ ઈરાનમાં થયો હતો. તે પછીથી ભારત ગઈ અને બોલિવૂડમાં કારકિર્દી બનાવી. ભારત આવતા પહેલા તેણીએ જર્મનીનો પ્રવાસ પણ કર્યો હતો. શનિવારના રોજ અમેરિકા, ઈસ્ત્રાલના સંયુક્ત ઓપરેશન હેઠળ ઈરાન પર હુમલો કર્યો, જેનાથી અલી ખામનેઈનું મૃત્યું થયું હતુ. ઈરાનના સુપ્રીમ લીડરની ઓફિસે 40 દિવસનો રાષ્ટ્રીય શોક વ્યક્ત કર્યો છે.

એલનાઝ નોરૌઝીએ કહ્યું આ લોકો અમેરિકા અને ઈઝરાયલનો સફાયો કરવા માટે ન્યુકિલયર હથિયાર બનાવી રહ્યા હતા. તે લોકો જે કરી રહ્યા હતા. તે ઈરાનની વિરુદ્ધ હતી. આ યુદ્ધ ઈસ્લામિક રિપ્બલિક ઓફ ઈરાને શરુ કર્યું હતુ. જો ઈરાની લોકોની વાત સાંભળી હોત તો તે જે કરી રહ્યા હતા. તો તે બંધ કરી દીધું હોત. તેમણે જો ટેરરિસ્ટ, ઓર્ગેનાઈઝેશન છે. હમાસ, હુદિસ,હિઝબુલ્લા જો આ બધું બંધ કર્યું હોત તો યુદ્ધ ન થાત.

28 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે ઈઝરાયેલ પર ઈરાન અને અમેરિકાએ હુમલો કર્યો. સુપ્રીમ લીડર અલી ખામેનીના લક્ષ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા, અહી ક્લિક કરો

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">