માલદીવના પ્રતિબંધથી ગુસ્સે ભરાયું ઈઝરાયેલ, નાગરિકોને આપી સલાહ- પીએમ મોદી જ્યાં ગયા ત્યાં જાવ
ઈઝરાયેલ-માલદીવ વિવાદઃ ભારતમાં ઈઝરાયેલની એમ્બેસીએ હિન્દી અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને, ઈઝરાયેલના લોકોને કહ્યું છે કે, ઘણા ભારતીય બીચ છે જે ખૂબ જ સુંદર છે, જ્યાં ખૂબ જ સન્માન આપવામાં આવે છે.
હિંદ મહાસાગરમાં ભારતના પડોશી ટાપુ દેશ માલદીવે એક દિવસ પહેલા જ ઇઝરાયલી પાસપોર્ટ ધારકોને તેમના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આનાથી ઈઝરાયેલ નારાજ થઈ ગયું છે અને તેણે પોતાના નાગરિકોને માલદીવનો બહિષ્કાર કરવાની અને હિંદ મહાસાગરમાં એવા ભારતીય ટાપુઓની મુલાકાત લેવાની સલાહ આપી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ મુલાકાત લઈ ચૂક્યા છે. ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે હિન્દી અને અંગ્રેજીમાં ટ્વીટ કરીને લોકોને કહ્યું છે કે ઘણા ભારતીય બીચ છે જે ખૂબ જ સુંદર છે અને જ્યા ખૂબ જ સન્માન આપવામાં આવે છે.
દૂતાવાસના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, “જેમ કે માલદીવ્સે હવે ઇઝરાયલીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, નીચે કેટલાક સુંદર અને અદ્ભુત ભારતીય દરિયાકિનારા છે, જ્યાં ઇઝરાયલી પ્રવાસીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને ખૂબ આદર સાથે વર્તવામાં છે.” ભારત સ્થિત ઈઝરાયેલના રાજદ્વારી દ્વારા ભારતના ચાર સુંદર બીચની તસવીરો પણ શેર કરવામાં આવી છે. જે દરિયાકિનારાના ફોટા શેર કરવામાં આવ્યા છે તેમાં લક્ષદ્વીપ, ગોવા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને કેરળનો તટ સામેલ છે.
Since the Maldives is no longer welcoming Israelis, here are some beautiful and amazing Indian beaches where Israeli tourists are warmly welcomed and treated with utmost hospitality. ️
Check out these recommendations from @IsraelinIndia, based on the places visited by our… pic.twitter.com/kGNEDS6fsp
— Israel in India (@IsraelinIndia) June 3, 2024
અત્રે ઉલ્લેખનીય છે કે, માલદીવ સરકારે રવિવારે હિંદ મહાસાગર દ્વીપસમૂહમાં ઇઝરાયેલના પાસપોર્ટ ધારકોને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. ગાઝા પર ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને માલદીવમાં લોકોમાં વધી રહેલા ગુસ્સા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની જાહેરાત ગૃહ પ્રધાન અલી ઇહુસને રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે એક ઇમરજન્સી પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.
“કેબિનેટે આજે ઇઝરાયલી પાસપોર્ટ પર માલદીવમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે જરૂરી કાયદાકીય સુધારા કરવાનો નિર્ણય લીધો,” તેમણે કહ્યું કે કેબિનેટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મંત્રીઓના એક વિશેષ જૂથની રચના કરી છે. દર વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ માલદીવની મુલાકાત લે છે. જેમાં ઇઝરાયેલના લગભગ 15,000 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. કેબિનેટે પેલેસ્ટાઈનને માલદીવની મદદની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખવા માટે વિશેષ દૂતની નિમણૂક કરવાનો પણ નિર્ણય કર્યો.