AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મોંઘવારી, આંદોલન અને હિંસા! ઈરાનમાં 29 લોકો માર્યા ગયા; ટ્રમ્પે કહ્યું, અમેરિકા ‘યુદ્ધ’ માટે તૈયાર

ઈરાનમાં હાલના વિરોધ પ્રદર્શન 28 ડિસેમ્બરને રોજ રાજધાની તેહરાનના બજાર વિસ્તારમાં શરૂ થયા હતા. શરૂઆતમાં આ પ્રદર્શન મોંઘવારી અને આર્થિક સમસ્યાઓને લઈને શરૂ થયા હતા પરંતુ થોડા જ દિવસોમાં આ આંદોલન દેશના અલગ-અલગ ભાગોમાં ફેલાઈ ગયું.

Breaking News: મોંઘવારી, આંદોલન અને હિંસા! ઈરાનમાં 29 લોકો માર્યા ગયા; ટ્રમ્પે કહ્યું, અમેરિકા 'યુદ્ધ' માટે તૈયાર
| Updated on: Jan 06, 2026 | 6:46 PM
Share

ઈરાનમાં વિરોધ પ્રદર્શન ઝડપથી હિંસામાં ફેરવાઈ ગયો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા છે અને 1,200 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. રસ્તા પર આગ લાગવી, તોડફોડ અને સુરક્ષા દળો સાથે અથડામણો સામાન્ય બની ગયું છે.

ઈરાનના લોકો કેમ ગુસ્સામાં?

ઈરાનના લોકો લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. યુએસ પ્રતિબંધ, નબળા ચલણ અને ઊંચા ફુગાવાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. ડિસેમ્બર 2025 ના અંત સુધીમાં ઈરાની ચલણ રિયાલ પ્રતિ ડોલર આશરે 1.45 મિલિયન રિયાલના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું હતું.

ફુગાવો 42.5% સુધી પહોંચી ગયો છે. ખાવા-પીવાની વસ્તુઓ, ઇંધણ અને દૈનિક જરૂરિયાતો સામાન્ય લોકોના પહોંચની બહાર જતી રહી છે. હવે આ ગુસ્સાને કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

“સરમુખત્યારને મોત”

વિરોધ પ્રદર્શન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ઘણા શહેરોમાં લોકો “સરમુખત્યારને મોત” જેવા નારા લગાવતા જોવા મળી રહ્યા છે. આ સૂત્રોચ્ચાર સીધા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની વિરુદ્ધ માનવામાં આવી રહ્યા છે, જેઓ દેશમાં સર્વોચ્ચ સત્તા ધરાવે છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે, આંદોલન હવે આર્થિક રાહત સુધી મર્યાદિત નથી પરંતુ રાજકીય પરિવર્તનની માંગમાં બદલાઈ ગયું છે.

ખામેનીએ અપનાવ્યું ‘કડક વલણ’

ઈરાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader) ખામેનીએ વિરોધ પ્રદર્શન પર કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે, “તોફાનો કરનારાઓને તેમની જગ્યા બતાવવી જ જોઇએ,” જેને સુરક્ષા દળો માટે કડક કાર્યવાહી કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને થોડું નરમ વલણ અપનાવ્યું છે. તેમણે વાતચીત માટે હાકલ કરી છે અને કેટલીક આર્થિક રાહતની જાહેરાત કરી છે. સરકારે પ્રતિ વ્યક્તિ દર મહિને 10 મિલિયન રિયાલનું ઇલેક્ટ્રોનિક ફૂડ ક્રેડિટ અને વિદેશી ચલણ સબસિડી સિસ્ટમમાં ફેરફાર કરવાનું વચન આપ્યું છે. જો કે, આ જાહેરાત પણ વિરોધીઓના ગુસ્સાને શાંત કરવામાં નિષ્ફળ ગઈ છે.

ટ્રમ્પે આપી ધમકી

આ પરિસ્થિતિ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી પરિસ્થિતિ વધુ વણસી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું કે, જો ઈરાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર હુમલો કરવામાં આવશે, તો અમેરિકા ચૂપ નહીં રહે. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા “સંપૂર્ણપણે તૈયાર” છે.

આ ચેતવણીને વધુ ગંભીર માનવામાં આવે છે, કારણ કે તાજેતરમાં અમેરિકાએ વેનેઝુએલામાં સીધો હસ્તક્ષેપ કરીને ત્યાંના રાષ્ટ્રપતિને પકડીને ન્યૂયોર્ક લઇ જવાની કાર્યવાહી કરી હતી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ઈરાનમાં વધુ લોકોને મારવામાં આવ્યા, તો ત્યાંની સરકારને “ખૂબ ભારે કિંમત” ચૂકવવી પડશે.

નિષ્ણાતોએ શું કહ્યું?

નિષ્ણાતો માને છે કે, જો ઈરાનમાં હિંસા વધુ વધશે, તો અમેરિકા કડક પગલાં લઈ શકે છે. બીજીબાજુ કેટલાક નિષ્ણાતો કહે છે કે, ઈરાન માટે સૌથી મોટો ખતરો બહારનો હુમલો નથી પરંતુ અંદરથી ભાંગી પડેલી અર્થવ્યવસ્થા છે. તેમના મતે, સરકાર કોઈક રીતે વર્તમાન વિરોધ પ્રદર્શનનો સામનો કરી શકે છે પરંતુ તેની પાસે આર્થિક સંકટનો કોઈ નક્કર ઉકેલ નથી. આ જ કારણ છે કે, પરિસ્થિતિ લાંબા સમય સુધી અસ્થિર છે.

ઈરાની સરકાર શું કરશે?

ઈરાન આજે બે મોરચે કટોકટીનો સામનો કરી રહ્યું છે. આમાં એક તરફ રસ્તાઓ પર ભડકેલો જનાક્રોશ અને બીજી તરફ અમેરિકાની ખુલ્લી ચેતવણીઓનો સમાવેશ થાય છે. મોંઘવારીથી શરૂ થયેલો ગુસ્સો હવે સત્તાના મૂળ સુધી પહોંચી ગયો છે.

હવે પ્રશ્ન એ છે કે, શું ઈરાની સરકાર સુધારાઓ દ્વારા પરિસ્થિતિનો સામનો કરશે કે બળથી વિરોધ પ્રદર્શનોને કચડી નાખવાનો પ્રયાસ કરશે? આવનારા દિવસો નક્કી કરશે કે, આ આગ અહીં જ અટકશે કે આખા વિસ્તારને પોતાની ઝપેટમાં લેશે?

અમેરિકા-વેનેઝુએલા સાથે સંકળાયેલા અન્ય સમાચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો. 

ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">