જો બાઈડેનની ચેતવણી, પુતિને કર્યો પરમાણુ હુમલો તો પેન્ટાગન પણ કોઈને પુછવા નહીં રહે
અમેરિકી ન્યૂઝ ચેનલ સીએનએને જો બાઈડેનને જ્યારે આ વિશે પ્રશ્ન પૂછયો તો તેમને 6 શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે Pentagon didn’t have to be asked... એટલે કે આવી સ્થિતિમાં પેન્ટાગનને પ્રતિક્રિયા આપવા માટે કોઈને પૂછવાની જરૂર નહીં રહે.
રશિયા (Russia) અને યુક્રેનની વચ્ચે એક ખતરનાક જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે પરમાણુ હુમલાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. હાલમાં જ ક્રીમિયા બ્રિજ પર હુમલો થયા બાદ રશિયાએ યુક્રેન પર એક બાદ એક ઘણી મિસાઈલો દ્વારા હુમલો કર્યો અને ઘણા શહેરોને નષ્ટ કરી કરી દીધા. તેની વચ્ચે હવે ચર્ચા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર પરમાણુ હુમલો (Nuclear Attack) પણ કરી શકે છે. જો આ પગલુ લેવામાં આવશે તો અમેરિકા તેની વિરૂદ્ધ પગલા ભરશે અને તેને જવાબ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને (Russia) આપ્યો છે.
અમેરિકી ન્યૂઝ ચેનલ સીએનએને જો બાઈડેનને જ્યારે આ વિશે પ્રશ્ન પૂછયો તો તેમને 6 શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે Pentagon didn’t have to be asked… એટલે કે આવી સ્થિતિમાં પેન્ટાગનને પ્રતિક્રિયા આપવા માટે કોઈને પૂછવાની જરૂર નહીં રહે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો પુતિન યુક્રેનમાં પરમાણુ પ્લાન્ટ પર બોમ્બમારી કરે છે અથવા તો ટેક્ટિકલ પરમાણુ હથિયારનો ઉપયોગ કરે છે તો અમેરિકા અને નાટો માટે રેડલાઈન શું હશે? તેની પર બાઈડેને કહ્યું કે અમે શું કરીશું અને શું નહીં. તેની વિશે વાત કરવી મારા માટે બેજવાબદારી ભર્યુ રહેશે.
યુક્રેન પર થયેલા હુમલા પર શું બોલ્યા જો બાઈડેન
આ પહેલા જો બાઈડેને યુક્રેનમાં મિસાઈલ હુમલા માટે સોમવારે રશિયાની નિંદા કરી, જેમાં ઓછામાં ઓછા 11 નાગરિકના મોત થયા હતા, રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલથી હુમલા શરૂ કરી દીધા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન દ્વારા મોસ્કોના દળોને બહાર કાઢવાના પ્રયત્નોના જવાબમાં આ હુમલાઓ ગણાવ્યા હતા. તેમને યુક્રેનની આ કાર્યવાહીને આતંકવાદી કાર્યવાહી ગણાવી.
બાઈડેને તેની પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ હુમલામાં નાગરિકોના મોત થયા છે અને કેટલાક નાગરિકો ઘાયલ થયા છે. તે સ્થાનો કે જેનો કોઈ લશ્કરી હેતુ ન હતો તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેણે યુક્રેનના લોકો પર પુતિનના ગેરકાયદેસર યુદ્ધની બર્બરતા ફરી એકવાર બતાવી છે.