અમેરિકામાં જજ તરીકે શપથ લેનાર જાનકી શર્માનો ગુજરાત સાથે સંબંધ, રામાયણ પર હાથ મુકીને લીધા શપથ
જાનકી શર્માની (Janaki Sharma)માતા મૂળ ગુજરાતી પરિવારની છે. અને, જાનકી શર્માનો સમગ્ર પરિવાર હાલ અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં રહે છે. જાનકી શર્માનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શ્રી રામ દરબાર પરિવારમાં થયો હતો.

ભારતની વધુ એક દીકરીએ અમેરિકાની (America) ધરતી પર દેશનું નામ રોશન કર્યું છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જન્મેલી જાનકી વિશ્વમોહન શર્મા (Janaki Vishwamohan Sharma)મૂળ ભારતીય મહિલા છે. જાનકી શર્માએ અમેરિકામાં 7માં ન્યાયિક સર્કિટમાં કાયમી મેજિસ્ટ્રેટ જજ (Magistrate Judge)તરીકે શપથ લીધા હતા. આ શપથ દરમિયાન જાનકી શર્માએ રામ ચરિત માનસ પર હાથ મૂકીને શપથ લીધા હતા. અને, અમેરિકામાં ભારત દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે અમેરિકામાં શપથ લેનારી જાનકી શર્માનો અમદાવાદ સાથે પણ સંબંધ રહ્યો છે.
નોંધનીય છેકે જાનકી શર્માની માતા મૂળ ગુજરાતી પરિવારની છે. અને, જાનકી શર્માનો સમગ્ર પરિવાર હાલ અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં રહે છે. જાનકી શર્માનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં શ્રી રામ દરબાર પરિવારમાં થયો હતો.
જાનકી શર્મા નાનપણથી જ રામાયણના પાઠ કરતા
જાનકી શર્માના દાદા બ્રહ્મર્ષિ પંડિત જગમોહનજી મહારાજ એક સમર્પિત રામાયણ ગાયક હતા. જાનકી શર્માના પિતા પંડિત વિશ્વમોહનજી મહારાજ પણ રામાયણના ગાયક હતા. જેના કારણે તે નાનપણથી જ રામાયણના પાઠ શીખીને મોટી થઈ હતી. જેથી જાનકી શર્મા 1993થી રામાયણના સતત પાઠ કરે છે. આથી રામાયણ પ્રત્યે વિશેષ લગાવ હોવાથી તેણે રામાયણ ઉપર હાથ રાખીને શપથ લીધા હતા.
જાનકી શર્માએ અમદાવાદમાં કેટલાક વર્ષો વિતાવ્યા
જાનકીનું બાળપણ ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગરમાં વિત્યું છે. અને મુઝફ્ફરનગરમાં જાનકી શર્માએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. પરંતુ 1995માં તેમના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે અમે અમદાવાદ આવી ગયા હતા. એ દરમિયાન અમદાવાદમાં જાનકી શર્માએ ધોરણ-8 થી ધોરણ-12નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એ પછી 2001માં જાનકી અમેરિકા ગઈ હતી. આખરે લાંબા સમયની મહેનત બાદ જાનકી અમેરિકામાં જજ બની છે. જો કે, મારી માતા પણ અમદાવાદની જ છે. એમનું પણ બાળપણ અમદાવાદમાં જ વિત્યું હતું.
જ્યારે જાનકી અમેરિકામાં રામાયણ ઉપર હાથ રાખીને શપથ લઈ રહી હતી એ સમયે તેના ઘરમાં રામાયણનો અખંડ પાઠ ચાલતો હતો. એ સમયે જાનકીના પરિવારમાં તહેવાર જેવો માહોલ બન્યો હતો. પરંતુ હવે જાનકી શર્મા ગુજરાત અને દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે.